આગામી ત્રણ વર્ષમાં પાંચ હજાર 23 MBBS બેઠકો અને પાંચ હજાર અનુસ્નાતક બેઠકો વધારાશે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજનાના ત્રીજા તબક્કાને મંજૂરી આપી. આ યોજના હેઠળ આગામી ત્રણ વર્ષમાં વર્તમાન સરકારી મેડિકલ કોલેજો અને સંસ્થાઓમાં પાંચ હજાર 23 MBBS બેઠકો અને પાંચ હજાર અનુસ્નાતક બેઠકો વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો ખર્ચ એક હજાર 534 કરોડ રૂપિયા થશે. આ પહેલથી સ્નાતક મેડિકલ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. વધારાની અનુસ્નાતક બેઠકોથી નિષ્ણાત ડોક્ટરોની ઉપલબ્ધતામાં વધારો થશે અને સરકારી મેડિકલ સંસ્થાઓમાં નવી વિશેષતાઓ શરૂ કરવામાં મદદ મળશે.
આ બંને યોજનાઓનો કુલ નાણાકીય ખર્ચ 2025-26 થી 2028-29 ના સમયગાળા માટે એક હજાર 534 કરોડથી વધુ છે. જેમાં કેન્દ્રનો હિસ્સો 10 હજાર 303 કરોડ અને રાજ્યનો હિસ્સો ચાર હજાર 731 કરોડ રૂપિયા છે.આ પહેલ વિદ્યાર્થીઓને ભારતમાં તબીબી શિક્ષણ મેળવવા માટે વધુ તકો પૂરી પાડશે અને તબીબી શિક્ષણ અને તાલીમની ગુણવત્તાને વૈશ્વિક ધોરણો મુજબ વધારશે.