હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમદાવાદમાં નવરાત્રીના ગરબા આયોજકો માટે ફાયર વિભાગે SOP જાહેર કરી

05:04 PM Sep 11, 2025 IST | Vinayak Barot
Advertisement

અમદાવાદઃ નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા નવરાત્રી ગરબા આયોજકો માટે ખાસ એસઓપી જોહેર કરવામાં આવી છે, જેમાં ગરબા આયોજકોએ ફાયર, પોલીસ અને અન્ય સંબંધિત વિભાગો પાસેથી NOC મેળવવું ફરજિયાત છે. આ ઉપરાંત, આયોજકોએ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવાનું રહેશે, જેમાં ઇમર્જન્સી ગેટ, ફાયર એક્સ્ટિંગ્યુશર અને અન્ય સલામતીના પગલાંનો સમાવેશ થાય છે. આયોજકોએ ઓનલાઈન અરજી કરીને નિર્ધારિત દસ્તાવેજો જમાલપુર ફાયર સ્ટેશન ખાતે રજૂ કરવાના રહેશે.

Advertisement

શહેરમાં આગામી તા. 22 સપ્ટેમ્બરથી નવરાત્રિ પર્વનો રંગેચેગે પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે એએમસી હસ્તકના  ફાયરબ્રિગેડ દ્વારા ગરબા આયોજકો માટે ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ ગાઇડલાઇનનો મુખ્ય હેતુ મોટી સંખ્યામાં ઉમટી પડતા ખેલૈયાઓની સલામતી સુનિશ્ચિત કરવાનો છે. ગરબા આયોજકોએ ફાયર, પોલીસ અને અન્ય સંબંધિત વિભાગો પાસેથી NOC મેળવવું ફરજિયાત છે. આ ઉપરાંત, આયોજકોએ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવાનું રહેશે, જેમાં ઇમર્જન્સી ગેટ, ફાયર એક્સ્ટિંગ્યુશર અને અન્ય સલામતીના પગલાંનો સમાવેશ થાય છે. આયોજકોએ ઓનલાઈન અરજી કરીને નિર્ધારિત દસ્તાવેજો જમાલપુર ફાયર સ્ટેશન ખાતે રજૂ કરવાના રહેશે.

અમદાવાદ શહેરમાં નવરાત્રિના નવ દિવસ દરમિયાન વિવિધ પાર્ટી પ્લોટો, ક્લબમાં મોટાપાયે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમવા માટે આવતા હોય છે, ત્યારે શહેરના ફાયરબ્રિગેડ દ્વારા જાહેર જનતાની સલામતીને ધ્યાનમાં રાખી નવરાત્રિના આયોજકો માટે ખાસ ગાઇડલાઇન બહાર પાડી છે. નવરાત્રિ ગરબાના સંચાલકો દ્વારા ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ એક્ટ, રૂલ્સ અને રેગ્યુલેશન તેમજ વખતો-વખતના સુધારા, નેશનલ બિલ્ડીંગ પાર્ટ - 4, IS- 8758 મુજબની જોગવાઈ ઉપલબ્ધ કરાવવાનું સેલ્ફ ડીક્લેરેશન રૂ. 300ના સ્ટેમ્પ પેપરમાં ફોટો નોટરી કરાવીને અચૂક રજૂ કરવાનું રહેશે.

Advertisement

નવરાત્રિના આયોજકોએ ફાયર વિભાગનું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ - ટેમ્પરરી (FSCAT) મેળવવા માટે ઓનલાઈન (https://fscop.gujfiresafetycop.in/ નીવેબસાઈટ પર ઓનલાઈન અરજી કરીને જણાવેલા દસ્તાવેજની હાર્ડ ફાઈલ તૈયાર કરીને જમાલપુર ફાયરસ્ટેશન ખાતે સબમિટ કરાવવાની રહેશે. ત્યાર બાદ નિયમાનુસાર સ્થળ નિરીક્ષણ કરીને FSCAT મેળવવાની રહેશે. ઓનલાઈન અરજી અને હાર્ડ કોપીની ફાઈલ સબમિટ ઇવેન્ટ ચાલુ થવાના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલા કરવાની રહેશે. નવરાત્રિ આયોજક દ્વારા કોઇપણ મંડપ, પંડાલ કે ટ્રેમ્પી સ્ટ્રક્ચરનું સ્ટેજ બનાવે ત્યારે સ્કૂલ, હોસ્પિટલ, જ્વલનશીલ પદાર્થના ગોડાઉન ઈત્યાદીથી દૂર નિર્માણ કરવાનું રહેશે. આ માટે મંડપમાં ફાયરના વાહનો આવી શકે તે મુજબ રોડ, રસ્તા ખુલ્લા રાખવાના રહેશે તથા અવરોધક વસ્તુઓ દૂર કરવાની રહેશે. તેમજ પંડાલની કેપેસીટી મુજબના વ્યક્તિઓને પ્રવેશ આપવાનો રહેશે. વ્યક્તિદીઠ ઓછામાં ઓછી 1 સ્કવે.મી. જગ્યા રહે તે મુજબ પ્રવેશ આપવાનો રહેશે. નવરાત્રિના પંડાલમાં ફિક્સ પાર્ટીશન કરવાનું રહેશે નહિં, ઈમરજન્સીના સમયે વ્યક્તિઓ સહેલાઈથી ઈમરજન્સી એક્ઝીટ તરફ જઈ શકે તે મુજબ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે.

Advertisement
Tags :
Aajna SamacharahmedabadBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNavratri Garba organizersNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharsopTaja Samacharviral news
Advertisement
Next Article