નાણામંત્રીએ બજેટમાં શિક્ષણ માટે કરી મોટી જાહેરાત, AI માટે ખાસ ફંડની ફાળવણી
• મેડિકલમાં 7500 બેઠકો વધારાશે
• દેશમાં પાંચ આઈઆઈટીનું વિસ્તરણ કરાશે
• ભારતીય ભાષા પુસ્તક પ્રોજેક્ટ અમલમાં મૂકાશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણએ આજે સંસદમાં સતત આઠમી વખત બજેટ રજૂ કર્યુ હતુ. સસંસદની કાર્યવાહીના પ્રારંભે વિપક્ષે મહાકુંભની નાસભાગની ચર્ચાને લઈને હોબાળો મચાવ્યો હતો. નાણામંત્રીએ પોતાનું ભાષણ શરૂ કરતાની સાથે જ વિપક્ષોએ સૂત્રોચ્ચાર કર્યા હતો.
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણએ આજે આઠમી વખત બજેટ રજૂ કર્યુ હતુ. નિર્મલા સીતારમણે બજેટમાં વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાતો કરી છે. જેમાં પટના આઈઆઈટીનો વિસ્તાર, તેમજ ડિજિટલ શિક્ષણ સંસાધનોની વધુ સારી પહોંચ સુનિશ્ચિત કરવા માટે તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવામાં આવશે. આ સિવાય મેડિકલમાં 5 વર્ષમાં 7500 સીટો વધારવામાં આવશે
નાણા મંત્રીએ વર્ષ 2026-27ના બજેટમાં AI શિક્ષણ માટે 500 કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી હતી, દેશમાં પાંચ આઈઆઈટીમાંમાં વધારાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે. તેમજ IIT પટનાનું વિસ્તરણ કરવામાં આવશે. આગામી 5 વર્ષમાં મેડિકલ એજ્યુકેશન માટે 75,000 સીટ ઉમેરવામાં આવશે. આગામી વર્ષે 10,000 મેડિકલ સીટનો ઉમેરો થશે યુવાનોને કૌશલ્યથી સજ્જ કરવા માટે 5 નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સ્કીલિંગની સ્થાપના કરવામાં આવશે. તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સુવિધા પૂરી પાડવામાં આવશે. યુવાનોમાં જિજ્ઞાસા, નવીનતા અને વૈજ્ઞાનિક વિચારોને પ્રોત્સાહન આપવા માટે આગામી પાંચ વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબની સ્થાપના કરવામાં આવશે
આ ઉપરાંત ભારતનેટ યોજના અંતર્ગત ગ્રામીણ ક્ષેત્રની દરેક સેકેન્ડરી સ્કૂલ અને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરવવામાં આવશે. સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણમાં ભારતીય ભાષાઓના ડિજિટલ પુસ્તકો ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે ભારતીય ભાષા પુસ્તક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે. આગામી ત્રણ વર્ષમાં તમામ જિલ્લા હોસ્પિટલોમાં ડે કેર કેન્સર કેન્દ્રો સ્થાપવામાં આવશે. જે અંતર્ગત નાણાકીય વર્ષ 2025-26માં 200 કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે.