For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાન, બાંગ્લાદેશમાં ભૂકંપ, કોલકાતા અને ઈશાન ભારતમાં કંપન અનુભવાયું

11:04 AM Nov 21, 2025 IST | revoi editor
પાકિસ્તાન  બાંગ્લાદેશમાં ભૂકંપ  કોલકાતા અને ઈશાન ભારતમાં કંપન અનુભવાયું
Advertisement

નવી દિલ્હી, 21 નવેમ્બર, 2025: Earthquake in Pakistan, Bangladesh બાંગ્લાદેશમાં આજે શુક્રવારે સવારે 5.6ની તીવ્રતાનો ધરતીકંપ થયો હતો. આ ધરતીકંપની અસર ભારતમાં કોલકાતા, માલ્દા, કુચબિહારી, નડીઆ, દક્ષિણ દિનાપુર અે સિલીગુડીમાં પણ અનુભવાયા હતા. અન્ય એક અહેવાલ અનુસાર પાકિસ્તાનમાં પણ ભૂકંપથી ધરતી ધ્રુજી હતી. જોકે, સવારે 11 વાગ્યા સુધી કોઈપણ જગ્યાએથી જાનમાલને નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી. , tremors felt in Kolkata and Northeast India

Advertisement

બાંગ્લાદેશમાં નાગસિંગડીથી 13 કી.મી. નૈઋત્યમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ થયો હતો. ભૂકંપ પૃથ્વની સપાટીથી 10 કીમી. નીચે થયો હતો જેને કારણે ભારત સહિત આસપાસના અનેક વિસ્તારમાં કંપન અનુભવાયું હતું.

આ અગાઉ પાકિસ્તાનમાં પણ ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો.

Advertisement

પ્રારંભિક અહેવાલ અનુસાર, અફઘાનિસ્તાનમાં 190 કી.મી.ની ઊંડાઈએ મધ્યરાત્રિએ બે વાગ્યાના અરસામાં સૌપ્રથમ 4.2ની તીવ્રતાનો ધરતીકંપ થયો હતો. ત્યારબાદ મધ્યરાત્રિએ 3.09 વાગ્યે પાકિસ્તાનમાં 5.2નો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનથી નીચે 135 કી.મી. નીચે હતું.

આ પછી હિંદ મહાસાગરમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ થયો હતો, તેમ નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલોજીએ માહિતી આપી હતી.

આજે સવારે 10.10 વાગ્યે બાંગ્લાદેશના ઢાકાથી 50 કી.મી દૂર 5.5ની તીવ્રતાથી ધરતી ધ્રુજી ઊઠતાં તેના કંપનો છેક પશ્ચિમ બંગાળ સુધી અનુભવાયા હતા. અહેવાલ અનુસાર ગુવાહાટી, અગરતલા તેમજ શિલોંગમાં પણ ધરતી ધ્રુજતા લોકો ગભરાટના માર્યા ધરની બહાર દોડી આવ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે ગુજરાતના કચ્છમાં BSFના સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે

Advertisement
Tags :
Advertisement