For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભાવનગરના તળાજા તાલુકામાં મેઘરાજાને ખમૈયા કરવા ખેડુતો કરી પ્રાર્થના

05:21 PM Jun 27, 2025 IST | revoi editor
ભાવનગરના તળાજા તાલુકામાં મેઘરાજાને ખમૈયા કરવા ખેડુતો કરી પ્રાર્થના
Advertisement
  • ખેડૂતો વરાપ નિકળવાની રાહ જોઈ રહ્યા છે,
  • ખેતરોમાં પાણી ભરાય જતાં અગાઉ વાવેતર કરેલા પાકને નુકશાન,
  • તાલુકામાં કપાસ અને મગફળીનું સૌથી વધુ વાવેતર થશે

ભાવનગરઃ જિલ્લામાં સપ્તાહ પહેલા અને ત્યારબાદ પડેલા ઘોઘમાર વરસાદને કારણે જે ખેડૂતોએ આગોતરા વાવેતર કર્યું હતું તેને નુકશાન થયું છે. જિલ્લાના તળાજા તાલુકામાં ભારે વરસાદને લીધે વાડી-ખેતરોમાં પાણી ભરાયેલા છે. તાલુકાના ખેડૂતો મેઘરાજાને ખમૈયા કરવા માટે પ્રાથના કરી રહ્યા છે. તેમજ વપાર નીકળે તેની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે.

Advertisement

તળાજા તાલુકામાં ખરીફ ચોમાસુ સીઝનનું સર્વાધિક વાવેતર થાય છે જેમાં મગફળી, કપાસનું 60 ટકા જેટલું  થતુ હોય છે. આ વર્ષે જૂન મહિનામાં જ મેઘરાજાનું ધમાકેદાર વહેલુ આગમન અને ત્યારબાદ સતત વરસાદ શરૂ રહેવાને કારણે તળાજા પંથકમાં મગફળી અને કપાસ સહિતના ઉજરી રહેલા પાકના ખમણાંઓમાં પાણીના ખાબોચિયા સર્જાતા ઉભા પાકના મૂળમાં સડો બેસવાને કારણે છોડ પીળા પડવા લાગ્યા છે તેમજ છોડની આજુબાજુ ઘાસ ઉગવા લાગતા પાકના કુદરતી વિકાસને નુકસાન થવાની શક્યતા દર્શાવાઈ રહી છે.

તળાજા તાલુકામાં ખરીફ ચોંમાસુ સીઝનનું સર્વાધિક વાવેતર થાય છે, જેમાં મગફળી અને કપાસનું લગભગ 60 ટકા જેટલું વાવેતર થાય છે. ઉપરાંત આ વર્ષે પાણી અને પિયતની સુવિધા વાળા ખેડૂતોએ મગફળી અને કપાસનુ સારુ એવું આગોતરું વાવેતર કરેલ છે અને તેના રોપા ઉજરી ગયા છે. કૃષિલક્ષી અગ્રસેર તળાજા તાલુકામાં અંદાજીત ખરીફ ચોમાસુ સીઝનનું સર્વાધિક વાવેતર થાય છે જેમાં મગફળી, કપાસનું 60 ટકા જેટલું વાવતેર થાય છે.

Advertisement

આ આગોતરા વિકાસ પામેલા વાવેતરને હાલના વરસાદથી ખૂબ જ લાભ થવાની શક્યતા છે. પરંતુ સતત વરસાદથી જમીનની અંદરથી પાણીના રેસ ફૂટવા લાગતા આ ઉજરતા પાકને નુકસાન થવાની સંભાવના જોતા ખેડૂતો વરસાદનો વિરામ માંગે છે જેથી ઉગાડ અને તડકો નીકળતા ઉજરી રહેલા ઉભા છોડને નુકસાન થતું અટકાવી શકાય.આ વર્ષે ચોમાસાના પ્રારંભમાં જ મેઘરાજાએ કૃપા કરીને સાર્વત્રિક જળબંબાકાર જેવી સ્થિતી ઉભી કરી છે.

Advertisement
Tags :
Advertisement