For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં પેસેન્જર ટ્રેનોમાં તોડબાજી કરતો નકલી ટીટીઈ પકડાયો

04:51 PM Jun 04, 2025 IST | revoi editor
અમદાવાદમાં પેસેન્જર ટ્રેનોમાં તોડબાજી કરતો નકલી ટીટીઈ પકડાયો
Advertisement
  • યુપીનો શખસ ફેક ટીટીના સ્વાંગમાં ટ્રેનોમાં મજુર વર્ગના પ્રવાસીઓને ટાર્ગેટ કરતા હતો,
  • આરપીએફએ શંકા જતા આઈકાર્ડ માગતા નકલી ટીટીનો ભાંડો ફુટ્યો,
  • આરોપી વેઇટિંગ ટિકિટને કન્ફર્મ કરી બર્થ આપવાનું કહીને પણ ઠગાઈ કરતો હતો.

અમદાવાદ: પોલીસ સહિત વિવિધ વિભાગોના નકલી અધિકારીની ઓળક આપીને તોડબાજીના બનાવો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં રેલવે પોલીસે નકલી ટીટીઈ (ટ્રેન ટિકિટ એક્ઝામિનર) ને પકડી પાડ્યો છે. નકલી ટીટીઈના સ્વાંગમાં આરોપી શિવ શંકર જેસવાલ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ દેશભરના અલગ અલગ રેલવે સ્ટેશનો પર જઈને લોકો સાથે છેતરપિંડી કરતો હતો. આરોપી ટીટીઈ બનીને લોકો પાસે ટિકિટ માંગતો અને ટિકિટ ના હોય તો ક્યુઆર કોડ દ્વારા છેતરપિંડી કરતો હોવાનું સામે આવી રહ્યું છે.

Advertisement

અમદાવાદ રેલવે પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી શિવ શંકર મૂળ વારાણસી, ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને અલગ અલગ જગ્યાએ જઈને રોકાતો હતો. આરપીએફને માહિતી મળી હતી, તે માહિતીના આધારે નકલી ટીટીઈને પકડી પાડવામાં આવ્યો છે. આરોપી પાસેથી આરપીએફ દ્વારા તેની પાસેથી પહેલા રેલવેનું આઈકાર્ડ માંગતા અને અન્ય પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો નહોતો જેથી તેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.

આરપીએફ દ્વારા પ્રાથમિક તપાસ કર્યા બાદ આરોપીને જીઆરપી અમદાવાદને સોંપવામાં આવ્યો છે. હવે જીઆરપી અમદાવાદ દ્વારા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને તેણે અત્યાર સુધીમાં કેટલા લોકો પાસેથી આ પ્રકારે ઠગાઈ કરી છે, અત્યાર સુધીમાં કેટલા રૂપિયાની છેતરપિંડી કરી છે અને તેની સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ અને તેણે આવું કરવાનું ક્યાંથી શીખ્યો તે તમામ માહિતી મેળવવા માટે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

આરપીએફની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઓછા ભણેલા અને મજૂર વર્ગના લોકોને ટાર્ગેટ કરતો હતો. તપાસમાં તે પણ સામે આવ્યું છે કે આરોપી ટિકિટમાં ખોટી ભૂલો કાઢીને ઠગાઈ કરતો હતો અને વેઇટિંગ ટિકિટને કન્ફર્મ કરી બર્થ આપવાનું કહીને પણ ઠગાઈ કરતો હતો.

 

Advertisement
Tags :
Advertisement