ધોરણ 10 અને 12ની ઉત્તરવહીના મૂલ્યાંકનનો કાલે મંગળવારથી થશે પ્રારંભ
- ઉત્તરવહીના મુલ્યાંકનનું કામ 10 દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન
- ચાલુ વર્ષે મૂલ્યાંકન કેન્દ્રની સંખ્યામાં વધરો,
- ગત વર્ષે પરીક્ષા દરમિયાન જ ચકાસણી શરૂ કરાઈ હતી
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની મહત્વના વિષયોની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. હવે આજથી ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગરી આવતી કાલે તા,11મીને મંગળવારથી શરૂ કરવામાં આવશે. તમામ શહેરોમાં મૂલ્યાકન કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. મૂલ્યાંકનની કામગીરી માટે શિક્ષકો, સુપરવાઈઝરોને ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે. 10 દિવસમાં મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
ધારણ 10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી કરવાની કામગીરી આવતી કાલે તા. 11મી માર્ચથી શરૂ કરવામાં આવશે. ઉત્તરવહી મૂલ્યાંકન કેન્દ્રો પર જરૂરી તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, શિક્ષકો અને સુપરવાઈઝરોને નિમણૂંકના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. 10 દિવસમાં મૂલ્યાંકન કાર્ય પૂર્ણ કરવાની ગણતરી છે. મૂલ્યાંકન કાર્ય પૂર્ણ થયા બાદ માર્ક્સની ડેટા અન્ટ્રીનું કામ હાથ ધરવામાં આવશે. અને બોર્ડે નક્કી કરેલી તારીખે ધોરણ 10 અને 12નું પરિણામ હાથ ધરવામાં આવશે.
ધોરણ 10-12ની પરીક્ષા પૂર્ણ થઇ રહી છે ત્યારે આવતી કાલે 11મી માર્ચથી ઉત્તરવહી ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવશે. 2024 કરતાં ચાલુ વર્ષે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોની સંખ્યા વધારવામાં આવી છે. વડોદરામાં ગત વર્ષે ધોરણ 10માં 5 કેન્દ્રો અને ધોરણ 12ના 2 કેન્દ્રો પર કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચાલુ વર્ષે ધોરણ 10ના 7 કેન્દ્રો તથા ધોરણ 12 સાયન્સના 4 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4 કેન્દ્રો પર ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી કરવામાં આવશે. ધોરણ 10ની ઉત્તરવહી ચકાસણી 100થી વધુ શિક્ષકો દ્વારા કરવામાં આવશે
વડોદરામાં મૂલ્યાંકન કેન્દ્ર પર ધોરણ 10ની 25 થી 30 હજાર જેટલી ઉત્તરવહીની ચકાસણી હાથ ધરવામાં આવશે જયારે ધોરણ 12માં 6 થી 8 હજાર જેટલી ઉત્તરવહી ચકાસણી હાથ ધરવામાં આવશે. 10 દિવસમાં ઉત્તરવહી ચકાસણી પૂરી કરવાની કામગીરી કરવામાં આવશે. સરકારી, ગ્રાન્ટેડ તથા નોન-ગ્રાન્ટેડ સ્કૂલોના 1500 કરતાં વધારે શિક્ષકોને ઉત્તરવહી મૂલ્યાંકન કરવા માટેની કામગીરીના ઓર્ડર આપવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ઉત્તરવહી ચકાસણી કરવાની કામગીરી બોર્ડ પરીક્ષા દરમિયાન જ શરૂ કરી દેવાઇ હતી, જેના પગલે સુપરવિઝનમાં સમસ્યા ઉભી થઇ હતી, જેથી ચાલુ વર્ષે બોર્ડ પરીક્ષા પૂરી થયા બાદ કામગીરી શરૂ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. ધોરણ 10-12ના શિક્ષકો સવારે 9 થી સાંજે 5 વાગ્યાના સમયગાળા દરમિયાન મૂલ્યાંકનની કામગીરી કરશે.