હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગાંધીનગરમાં અંગ્રેજી માધ્યમની સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા શરૂ કરાશે

05:53 PM Jun 03, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં એકપણ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા નથી. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે ગાંધીનગરમાં સેકટર-13માં  અંગ્રેજી માધ્યમની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા શરૂ કરવાની મંજુરી આપી છે. નવી અંગ્રેજી માધ્યમની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા નવા શૈક્ષણિક વર્ષ-2025-26માં સેક્ટર-13ની સરકારી પ્રાથમિક શાળાના મકાનમાં શરૂ કરાશે. ઉચ્ચત્તર માધ્યમિકમાં હાલ સામાન્ય પ્રવાહના વર્ગોને મંજુરી આપવામાં આવી છે.

Advertisement

પાટનગર ગાંધીનગરમાં એકપણ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ નથી. તેથી વિદ્યાર્થીઓને મોંઘી ફી આપીને ખાનગી શાળાઓમાં શિક્ષણ લેવાની ફરજ પડી રહી છે. તેથી રાજ્યના શિક્ષણ વિભાગે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા શરૂ કરવાની મંજુરી આપી દેવામાં આવી છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી બી.એન.પ્રજાપતિએ જણાવ્યું છે કે સરકારી અંગ્રેજી માધ્યમની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં નવા શૈક્ષણિક વર્ષ-2025-26માં પ્રવેશ અપાશે. જોકે હાલમાં અંગ્રેજી માધ્યમની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા શરૂ કરવા માટે પોતાનું મકાન નથી. આથી સેક્ટર-13ની સરકારી પ્રાથમિક શાળાના મકાનમાં અંગ્રેજી માધ્યમની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા શરૂ કરવામાં આવશે. અંગ્રેજી માધ્યમની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાને મંજુરી મળતા મહેકમ પણ મંજુર કરવામાં આવ્યું છે. તેમાં ચાર શિક્ષકો , એક ક્લાર્ક અને એક સેવકની જગ્યા મંજુર કરાઇ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  પાટનગર ગાંધીનગરમાં અંગ્રેજી માધ્યમની પાંચ પ્રાથમિક શાળાઓ મંજુર કરવામાં આવી છે. પરંતું હજુ સુધી તેમાં શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી નથી. પરંતું કોન્ટ્રાક્ટ શિક્ષકોથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવી રહ્યું છે. તેવી સ્થિતિ સરકારી અંગ્રેજી માધ્યમની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની થશે કે નહી તે તો આગામી સમય જ બતાવશે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiEnglish mediumGandhinagarGovernment Secondary and Higher Secondary SchoolGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article