હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ઝારખંડમાં ચૂંટણી: ચૂંટણીપંચે અત્યાર સુધીમાં 3.15 કરોડની ગેરકાયદેસર સામગ્રી અને રોકડ જપ્ત કરી

12:45 PM Oct 21, 2024 IST | revoi editor
Advertisement

નવી દિલ્હીઃ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યના વિવિધ ભાગોમાંથી ત્રણ કરોડ 15 લાખ રૂપિયાથી વધુની ગેરકાયદેસર સામગ્રી અને રોકડ જપ્ત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી કે. રવિ કુમારે જણાવ્યું કે આદર્શ આચાર સંહિતાનો કડક અમલ કરવા સૂચના આપવામાં આવી છે. પંચની માર્ગદર્શિકા અનુસાર, ચૂંટણીના સમયગાળા દરમિયાન વ્યક્તિઓને 50,000 રૂપિયા સુધી લઈ જવાની છૂટ છે. જો રકમ 50,000 થી વધુ હોય પરંતુ 10 લાખ રૂપિયાથી ઓછી હોય, તો નાણાં જપ્ત કરવામાં આવશે, અને જિલ્લા કમિશનરની આગેવાની હેઠળની સમિતિ નક્કી કરશે કે ભંડોળ કાયદેસરના હેતુઓ અથવા અન્ય હેતુઓ માટે હતું. 10 લાખ રૂપિયાથી વધુની કોઈપણ રોકડ વધુ તપાસ માટે આવકવેરા વિભાગને સોંપવામાં આવશે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાના મતદાન માટે ચૂંટણીપંચ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કર્યાં બાદ, હાલ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઝારખંડમાં ભાજપા અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી અને પ્રચાર-પ્રસારને વધારે તેજ બનાવ્યો છે. આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં પણ એક તબક્કામાં મતદાન યોજાશે. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચુંટણીપંચ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બંને રાજ્યમાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણીપંચ દ્વારા નાણાની હેરાફેરી અને ગેરકાયદે પ્રવૃતિને અટકાવવા માટે ચૂંટણીપંચ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaraticashELECTION COMMISSIONGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharIllegal Materialjharkhand electionsLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharseizedTaja Samacharviral news
Advertisement
Next Article