For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બિહારમાં મતદાન દરમિયાન EVMની તસવીરો શેર કરવાના આરોપસર ચાર લોકો સામે કેસ નોંધાયો

01:25 PM Nov 08, 2025 IST | revoi editor
બિહારમાં મતદાન દરમિયાન evmની તસવીરો શેર કરવાના આરોપસર ચાર લોકો સામે કેસ નોંધાયો
Advertisement

પટનાઃ બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન ઈવીએમની તસવીરો ખેંચીને સોશિયલ મીડિયા પર શેર કરવાના મામલે ચાર લોકો સામે કેસ નોંધાયો છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ કેસ આરા, ગોપાલગંજ અને સારણ જિલ્લામાં નોંધાયા છે. ગુરુવારે રાજ્યના 18 જિલ્લાઓની 121 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું.

Advertisement

માહિતી મુજબ, ગોપાલગંજમાં બે અને આરા તથા સારણમાં એક-એક વ્યક્તિ સામે કેસ નોંધાયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મતદાન કેન્દ્રમાં ઈવીએમની તસવીરો લેવી અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી આદર્શ આચાર સંહિતા તથા અન્ય કાનૂની પ્રાવધાનોનો ભંગ ગણાય છે. હવે તપાસ કરવામાં આવી રહી છે કે આ લોકો મતદાન કેન્દ્ર સુધી મોબાઇલ ફોન કેવી રીતે લઈ ગયા.

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, પ્રથમ તબક્કામાં કુલ 65.08 ટકા મતદાન નોંધાયું છે. 2020ની વિધાનસભા ચૂંટણીમાં સરેરાશ 57.29 ટકા અને 2024ની લોકસભા ચૂંટણીમાં 56.28 ટકા મતદાન નોંધાયું હતું. પ્રથમ તબક્કાની 23 બેઠકો પર ભાજપ અને રાજદ (RJD) વચ્ચે સીધી જ ટક્કર છે. પ્રથમ તબક્કામાં અંદાજે 3.75 કરોડ મતદારો મતદાન માટે પાત્ર હતા. હવે બાકીના 122 બેઠકો માટે બીજો તબક્કો 11 નવેમ્બરે યોજાશે, જ્યારે ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરે જાહેર થશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement