For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં 4000 ગ્રામ પંચાયતોની ચૂંટણી કરાવવામાં ચૂંટણી પંચની ઢીલી નીતિઃ કોંગ્રેસ

02:22 PM May 25, 2025 IST | revoi editor
ગુજરાતમાં 4000 ગ્રામ પંચાયતોની ચૂંટણી કરાવવામાં ચૂંટણી પંચની ઢીલી નીતિઃ કોંગ્રેસ
Advertisement
  • 4000 ગ્રામ પંચાયતોમાં 3 વર્ષથી વહિવટદારનું શાસન
  • ભાજપ સરકારની ગ્રામ્ય વિરોધી નીતિ
  • વહિવટદારોને લીધે ગામડાંઓમાં ભ્રષ્ટાચાર વકર્યો છે

અમદાવાદઃ સમગ્ર દેશને પંચાયતી રાજનું મોડલ આપનારા ગુજરાતમાં જ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને લોકશાહીના ફાયદાથી વંચિત રાખવા 4000  ગ્રામ પંચાયતમાં છેલ્લા 3 વર્ષ જેટલા લાંબા સમયથી  વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. રાજ્ય ચૂંટણી પંચની ઢીલી નીતિને લીધે ચૂંટણી જાહ્ર કરવામાં આવતી નથી. ગ્રામ પંચાયતોમાં ચૂંટાયેલી પાંખ ન હોવાથી વહિવટદારો મનફાવે તે રીતે વર્તી રહ્યા છે. તેમ ભાજપ સરકારની ગ્રામ્ય વિરોધી નીતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું,

Advertisement

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  ગુજરાત ની 5400 જેટલી પંચાયતો જેમાં 4000 જેટલી પંચાયતો 2022  મુદ્દત પૂરી થઇ છે અને 1400 જેટલી અંદાજિત પંચાયતો જેની મુદ્દત 30 જૂન 2025માં પુરી થાય છે, સરકારનાં ઇશારે રાજ્ય ચૂંટણી આયોગ ચૂંટણીઓ કરવા માગતું નથી. વન નેશન વન ઈલેકશન એ લોકસભા અને વિધાનસભા માટે કાયદો લાવવાનો છે એ કાયદો હજૂ બન્યો નથી એ કાયદા નો પ્રયોગ કરવા સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ સ્થગિત કરી 3 વર્ષ થી ગામડાની પ્રજા સ્થાનિક પ્રતિનિધિ ના ચુંટી શકે અને અધિકાર રાજ હેઠળ ગામડાઓની પ્રજા પીસાતી રહે છે,

તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં 4000 ગ્રામ પંચાયતોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ન હોવાથી સરકારના ઈશારે વહીવટદારો મનફાવે તે રીતે વર્તી રહ્યા છે. 4000 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ન યોજીને ભાજપ સરકાર જ વહીવટદાર શાસન દ્વારા મનરેગા, નલ સે જલ સહીતની સરકારી યોજનામાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહી છે.  ગુજરાત પંચાયત એકટ 1993/1994 માં જોગવાઈ છે કે કોઇપણ પંચાયતમાં સરપંચ સભ્યની ખાલી થયેલી બેઠકોની પેટા ચૂંટણીઓ 12 માસ પુરા થાય એ પહેલાં ખાલી બેઠકોમાં ચૂંટણીઓ કરાવવી એ રાજ્ય ચૂટણી આયોગની બંધારણીય જવાબદારી છે. રાજ્ય ચૂંટણી આયોગ લાંબા સમય સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કોઈ કારણ વગર રોકી શકે નહી. ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની કલમ 13 અનુસાર, ગ્રામ પંચાયતની મુદ્દત પૂર્ણ થયા પછી તેનું વિસર્જન થાય છે, અને નવી ચૂંટણીઓ યોજવી જરૂરી છે. ગ્રામ પંચાયતની મુદ્દત પૂર્ણ થયા પહેલાં અથવા મુદ્દત પૂર્ણ થયાના છ મહિનાની અંદર નવી ચૂંટણી યોજવાની રહે છે, જેથી નવી પંચાયતની રચના થઈ શકે. આ ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની કલમ 13(2)માં જણાવેલ છે. બંધારણ માં મતદારોને સ્થાનિક પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે, એ અધિકારનુ હનન ના થાય એ જોવાની જવાબદારી રાજ્ય ચૂટણી આયોગની ફરજમાં આવે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સાથે કોઈ લેવા દેવા નથી એ વન નેશન વન ઇલેક્શનની વાતો કરી ચૂંટણીઓ સ્થગિત કરવાના કાવાદાવા ચાલે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement