For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતમાં બેફામ બનેલા ડમ્પરચાલકે ફ્રુટની લારીને ટક્કર મારતા વૃદ્ધાનું મોત

04:37 PM Sep 22, 2025 IST | Vinayak Barot
સુરતમાં બેફામ બનેલા ડમ્પરચાલકે ફ્રુટની લારીને ટક્કર મારતા વૃદ્ધાનું મોત
Advertisement
  • ફ્રૂટની લારી લઈને ઘરે જઈ રહેલા વૃદ્ધાને ડમ્પરે અડફેટે લીધો,
  • વૃદ્ધાના માથા પરથી ડમ્પરના ટાયર ફરી વળતા ઘટના સ્થળે મોત,
  • ડમ્પરનો ચાલક ફરાર થતાં પોલીસે ગુનોં નોંધી તપાસ હાથ ધરી

સુરતઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતના બનાવમાં બેફામ બનેલા ડમ્પરચાલકે વૃદ્ધાનો ભોગ લીધો છે, શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં કવાસ પાટિયા પાસે એક ગમખ્વાર અકસ્માતમાં 70 વર્ષીય વૃદ્ધાનું કરુણ મોત થયું છે. ફ્રૂટની લારી લઈને ઘરે જઈ રહેલા વૃદ્ધાને એક બેફામ ડમ્પર ચાલકે ટક્કર મારી હતી. અને ડમ્પરના ટાયર વૃદ્ધાના માથા પરથી ફરી મળતા ખોપરીનો છૂંદો થઈ ગયો હતો. ડમ્પરચાલક ડમ્પર મૂકીને ફરાર થતા પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, સુરત શહેરના ઈચ્છાપોરના કવાસ ગામમાં આવેલા મંદિર ફળિયામાં રહેતા જશુબેન દલસુખભાઈ પટેલ લારીમાં ફ્રુટ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા, જશુબેન બપોરે કૃભકો ટાઉનશીપથી ફ્રૂટની લારી લઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.ત્યારે કવાસ પાટિયા પાસે પહોંચતા જ એક ડમ્પર ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે ડમ્પરનું ટાયર જશુબેનના માથા પર ફરી વળ્યું હતુ, જેના કારણે તેમનું માથું છુંદાઈ જતાં ઘટનાસ્થળે જ તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. આ અકસ્માત બાદ ડમ્પરનો ડ્રાઈવર વાહન સ્થળ પર જ છોડીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. ઈચ્છાપોર પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક જશુબેન પટેલને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. આ કરુણ ઘટનાથી સમગ્ર પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનો દ્વારા પણ બેફામ ચાલતા ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઊઠી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement