ડૉ. મનસુખ માંડવિયાએ હોકી એશિયા કપ 2025 ટ્રોફીનું અનાવરણ કર્યું
યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ સોમવારે અહીં હોકી મેન્સ એશિયા કપ 2025ની ચમકતી ટ્રોફીનું અનાવરણ કર્યું, જે ટુર્નામેન્ટની 12મી આવૃત્તિ માટે કાઉન્ટડાઉન દર્શાવે છે, જે 29 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન બિહારના રાજગીર હોકી સ્ટેડિયમ ખાતે યોજાનારી છે. રાજગીર આવૃત્તિ ઐતિહાસિક બનવાની તૈયારીમાં છે, જે બિહારમાં આયોજિત પ્રથમ મોટી આંતરરાષ્ટ્રીય હોકી ટુર્નામેન્ટ છે, જે રાજ્યના રમતગમતના કદમાં વધારો કરશે.
ટ્રોફી અનાવરણ પ્રસંગે ત્રણ વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા હરબિંદર સિંહ, 1972 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા અશોક ધ્યાનચંદ, 1980 મોસ્કો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા ઝફર ઇકબાલ તેમજ બિહાર રાજ્ય સરકાર અને હોકી ઇન્ડિયાના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. આ વર્ષે એશિયા કપ નેધરલેન્ડ અને બેલ્જિયમમાં 2026ના FIH મેન્સ હોકી વર્લ્ડ કપ માટે સીધા ક્વોલિફાયર તરીકે પણ સેવા આપશે. ટુર્નામેન્ટના વિજેતાને આપોઆપ સ્થાન મળશે, જ્યારે બીજાથી છઠ્ઠા ક્રમે રહેનારી ટીમો આગામી વર્ષના વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં જશે.