દિવાન બલ્લુભાઈ કપ (U19): વિજ્યનગર એજ્યુ.સોસાયટી સામે શારદામંદિર વિદ્યામંદિર ટીમની જીત
ગાંધીનગરઃ અમદાવાદમાં દિવાન બલ્લુભાઈ કપ અંડર-19ની વિજ્યનગર એજ્યુકેશન સોસાયટી અ શારદામંદિર વિદ્યામંદિર વચ્ચે રમાયેલી મેચમાં શારદામંદિર વિદ્યામંદિરની ટીમે ઓમકાર કાસ્ટીના વિસ્ફોટક 110 રનની મદદથી જીત મેળવી હતી.
પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી વિજ્યનગર એજ્યુકેશન સોસાયટીની ટીમે 10 વિકેટ ગુમાવીને 315 રન ખડક્યાં હતા. વિજ્યનગર એજ્યુકેશન સોસાયટીની ટીમના મીદુલએ 83 અને આયુષ પટેલએ 78 રન બનાવ્યાં હતા. જ્યારે શારદામંદિર વિદ્યામંદિર ટીમના બોલર નીરવ ધ્રોનએ 3 તથા હેત શાહ, માનસ દવે અને જય પ્રજાપતિએ બે-બે વિકેટ ઝડપી હતી. વિજ્યનગર એજ્યુકેશન સોસાયટીના વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી ટીમે માનસ દવે, ઓમકાર તથા માનવ પટેલની યાદગાર બેટીંગની મદદથી 316 રન બનાવીને જીત હાંસલ કરી હતી. ઓમકારે 177 બોલમાં 3 સિક્સર અને 13 ચોગ્ગાની મદદથી 110, માનસ પટેલે 87 અને માનસ દવેએ 62 રન બનાવ્યાં હતા. વિજ્યનગર એજ્યુકેશન સોસાયટીના તનીક્ષ શર્માએ 115 રન આપીને સૌથી વધારે પાંચ વિકેટ ઝડપી હતી.