હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

તુષાર કપૂર એક્ટિંગમાં ફ્લોપ છતા જીવે છે લક્ઝ્યુરિયસ લાઈફ

09:00 AM Nov 21, 2024 IST | revoi editor
Advertisement

ફિલ્મ અભિનેતા જીતેન્દ્ર અને પ્રોડ્યુસર એકતા કપૂરનો અભિનેતા ભાઈ તુષાર કપૂર બોલીવુડમાં ફ્લોપ કલાકાર રહ્યો છે તેમ છતા આજે અભિનેલા લક્ઝયુરિયસ લાઈફ જીવે છે. અભિનેતા તુષાર કપૂર છેલ્લા ઘણા સમયથી સ્ક્રીનથી દૂર છે. હાલના સમયમાં અભિનેતા OTT પ્લેટફોર્મ તરફ વળ્યો છે. હાલમાં જ તેની સીરિઝ 'દસ જૂન કી રાત' રિલીઝ થઈ હતી. બોલિવૂડ સુપરસ્ટાર જિતેન્દ્રના પુત્ર તુષાર કપૂરે ફિલ્મ 'મુઝે કુછ કહેના હૈ'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે સમયે અભિનેતા માત્ર 19 વર્ષનો હતો. આ ફિલ્મમાં તેની અને કરીના કપૂરની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ પછી અભિનેતાએ ‘ધ ડર્ટી પિક્ચર’, ‘ક્યા સુપર કૂલ હૈ હમ’ અને ‘ગોલમાલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. આ ફિલ્મોમાં તેમના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. પરંતુ અભિનેતા તેના પિતાની જેમ સ્ટારડમ હાંસલ કરી શક્યો નહીં. આ કારણે તુષાર કપૂરે ધીરે ધીરે એક્ટિંગથી દૂરી લીધી. હવે તે માત્ર એક-બે ફિલ્મોમાં જ જોવા મળે છે. આમ છતાં અભિનેતાની લક્ઝરી લાઈફમાં કોઈ કમી નથી. તુષાર કપૂર ઓછી ફિલ્મો કરીને પણ કરોડો કમાય છે. વાસ્તવમાં ફિલ્મો સિવાય કલાકારો જાહેરાતોમાંથી પણ ઘણી કમાણી કરે છે.

Advertisement

રિપોર્ટ્સ અનુસાર, તુષાર કપૂર બ્રાન્ડ શૂટ દ્વારા દર મહિને 40 લાખ રૂપિયા સુધીની કમાણી કરે છે. અભિનેતાની વાર્ષિક આવક લગભગ 5 કરોડ રૂપિયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તુષાર કપૂર આજે લગભગ 44 કરોડ રૂપિયાની પ્રોપર્ટીના માલિક છે. આ સિવાય તેની પાસે ઘણી મોંઘી કાર છે. તુષાર હજુ બેચલર છે. જે સરોગસી દ્વારા બે બાળકોના પિતા બન્યા છે.

Advertisement
Advertisement
Tags :
Flopin actingLive a luxurious lifeTusshar Kapoor
Advertisement
Next Article