For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતમાં વહેલી સવારે ટાઢાબોળ પવનો સાથે ગાઢ ધૂમ્મસ છવાયું

05:45 PM Jan 29, 2025 IST | revoi editor
સુરતમાં વહેલી સવારે ટાઢાબોળ પવનો સાથે ગાઢ ધૂમ્મસ છવાયું
Advertisement
  • સુરત શહેરમાં હીલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો
  • વિઝિબિલીટીમાં ઘટાડો થતાં વાહનચાલકોને પડી મુશ્કેલી
  • એરપોર્ટ પર 4 ફ્લાઈટ્સને લેન્ડિંગની મંજુરી ન મળતા હવામાં ચક્કર મારવા પડ્યા

સુરતઃ શહેરમાં આજે વહેલી સવારે ટાઢા બોળ પવન ફુંકાયા હતા, સાથે જ ગાઢ ધૂમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. તેમજ ભારે ધૂમ્મસને કારણે શહેરના એરપોર્ટ પર 4 જેટલી ફ્લાઈટને લેન્ડિંગની મંજુરી ન મળતા હવામાં ચક્કર લગાવવાની ફરજ પડી હતી, શહેરમાં ધુમ્મસના પગલે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો.

Advertisement

સુરત શહેરમાં ઠંડા પવનો ફૂંકાતા રાત્રે અને વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ રાત્રીનો પારો હજુ બે ડિગ્રી સુધી ઘટી શકે છે. ત્યારે આજે રીત સર શહેરમાં ધૂમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી. અને ધુમ્મસ રસ્તા પર ઉતરી આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. દરમિયાન હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે આગામી બીજી ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ફેબ્રુઆરીની બીજી તારીખે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ પડી શકે છે. વરસાદની આગાહીને પગલે વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળી શકે છે.

Advertisement

સુરત શહેરમાં રાત્રીના અને વહેલી સવારે હળવી ઠંડી અનુભવાઈ છે. અને બે દિવસ રાત્રીનો પારો હજુ બે ડિગ્રી સુધી ઘટી શકે છે. આજે વહેલી સવારથી જ ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી. ધુમ્મસ જાણે સુરતના રસ્તા ઉપર ઉતરી આવ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ધુમસની ઉપર બિલ્ડીંગો પણ દેખાઈ રહી હોય તેવા દ્રશ્યો પણ લોકોએ કેમેરામાં કેદ કર્યા હતા. ધુમ્મસના પગલે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાઈ ગયો હતો. શહેરના એરપોર્ટ પર પણ ફ્લાઇટ્સને લેન્ડ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સુરત એરપોર્ટ પર સવારે આવતી ચાર જેટલી ફ્લાઈટ મોડી પડી હતી.ધુમ્મસના પગલે હૈદરાબાદ, દિલ્હી, ચેન્નઈ અને બેંગલોરની ફ્લાઈટ મોડી પડી હતી. આકાશમાં રાઉન્ડ લગાવ્યા બાદ લેન્ડ થઈ હતી.

Advertisement
Tags :
Advertisement