For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દિલ્હી એરપોર્ટની આસપાસ ગાઢ ધુમ્મસ, હવાઈ સેવાને અસર

12:39 PM Jan 02, 2025 IST | revoi editor
દિલ્હી એરપોર્ટની આસપાસ ગાઢ ધુમ્મસ  હવાઈ સેવાને અસર
Advertisement

નવી દિલ્હીઃ દિલ્હી એનસીઆર સહિત દેશના વિવિધ ભાગોમાં શિયાળાના કારણે ધૂમ્મસવાળુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. દિલ્હીનાં એરપોર્ટ વિસ્તારમાં ઘાઢ ધૂમ્મસનાં કારણે એરક્રાફ્ટ ઓપરેશન પણ ખોરવાઈ શકે છે. આ દરમિયાન દિલ્હી એરપોર્ટે મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે.

Advertisement

પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, "જ્યારે દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ અને ટેક ઓફ ચાલુ રહે છે ત્યારે જે ફ્લાઈટ્સ CAT 3 ધોરણોનું પાલન કરતી નથી તે પ્રભાવિત થઈ શકે છે. મુસાફરોને અપડેટેડ ફ્લાઈટની માહિતી માટે સંબંધિત એરલાઈન્સ સાથે તપાસ કરવા વિનંતી છે. દિલ્હી એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર, રનવે પર વિઝિબિલિટી 200થી 500 મીટરની વચ્ચે હતી, જ્યારે સવારે 6 વાગ્યે સામાન્ય વિઝિબિલિટી ઘટીને શૂન્ય થઈ ગઈ હતી.

જે ફ્લાઈટ્સ ઓછી દૃશ્યતાની સ્થિતિમાં ઓપરેટ કરવામાં સક્ષમ હતી તે લેન્ડ કરવામાં સક્ષમ હતી, પરંતુ અન્ય ફ્લાઈટ્સ વિલંબ અથવા ડાયવર્ઝનનો સામનો કરી શકે છે. તમને જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુડગાંવ સહિત પડોશી વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

Advertisement

આ સાથે લોકોને નબળી વિઝિબિલિટી અને પડકારરૂપ ટ્રાફિકની સ્થિતિ વિશે ચેતવણી આપવામાં આવી છે. IMD એ ગુરુવારે અંશતઃ વાદળછાયું આકાશ અને 10-15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની આગાહી કરી છે. મહત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે, જ્યારે લઘુત્તમ તાપમાન ઘટીને 8 ડિગ્રી થઈ શકે છે.

Advertisement
Tags :
Advertisement