નવરાત્રીને લઈ બજારોમાં ગરબીની માંગમાં વધારો
03:41 PM Sep 19, 2025 IST | revoi editor
Advertisement
આગામી 22 તારીખથી નવરાત્રી પર્વ નો શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે નવરાત્રીને લઈ બજારોમાં પણ ભીડ જોવા મળી રહી છે. નવરાત્રી ના નવ દિવસ માઈ ભક્તો પૂરી શ્રદ્ધાથી અને આસ્થાથી માતાજીના નવરાત્રી કરે છે. આ નવરાત્રીના ઉપવાસ દરમ્યાન માઈ ભક્તો ઘટ સ્થાપન (ગરબીનું સ્થાપન) કરીને માતાજીની પૂજા-અર્ચના કરે છે.
Advertisement
નવરાત્રી પર્વ દરમિયાન ગરબીની માંગ બજારમાં વધારે જોવા મળતી હોય છે. ત્યારે નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકાના 40 ઘર ના પ્રજાપતિ પરિવારો માટી માંથી ઘડા બનાવી એને સુશોભિત કરી અને માતાજીની ગરબી બનાવે છે. આ પરિવારો ચાકડી પર ચઢાઇને દેશી પદ્ધતિથી એકદમ સ્વચ્છ માટી સાથે પવિત્રતા જળવાઈ એવી રીતે આ માટીના ઘડા બનાવે છે...
Advertisement
Advertisement