For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દિવાળી બાદ દિલ્હીની હવા ઝેરી બની, 16 વિસ્તારોમાં “રેડ અલર્ટ”

02:28 PM Oct 24, 2025 IST | revoi editor
દિવાળી બાદ દિલ્હીની હવા ઝેરી બની  16 વિસ્તારોમાં “રેડ અલર્ટ”
Advertisement

નવી દિલ્હી: દિવાળી બાદથી દિલ્હી અને NCR વિસ્તારમાં વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) સતત ગંભીર શ્રેણીમાં રહ્યો છે. શુક્રવાર સવારે 6 વાગ્યે 16 વિસ્તારોમાં AQI “રેડ અલર્ટ” સ્તરે નોંધાયો છે. આમાંથી આનંદ વિહારનો AQI સૌથી વધુ (403) નોંધાયો હતો. ધુમ્મસ અને પ્રદૂષણની ગાઢ ચાદરે આખી દિલ્હી આવરી લીધી છે.

Advertisement

શિકાગો યુનિવર્સિટીની તાજેતરની AQLI 2025 રિપોર્ટ મુજબ, દિલ્હી દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. અહીંનું PM 2.5 સ્તર WHOના ધોરણથી 20 ગણું વધારે છે. હવાની ગંભીર સ્થિતિને જોતા ઘણા લોકોએ બિનજરૂરી રીતે બહાર નીકળવું બંધ કરી દીધું છે, જ્યારે અન્ય લોકો માસ્ક પહેરીને બહાર નીકળે છે.

દિલ્હીના વિસ્તારોમાં AQIના આંકડો ઉપર નજર કરીએ તો, આનંદ વિહારમાં 403 (ગંભીર સ્થિતિ), શાદીપુરમાં  306, ITOમાં  316, આર.કે. પુરમમાં 315, પંજાબી બાગમાં 313, નૉર્થ કેમ્પસમાં 303, નેહરુ નગરમાં 314, પટપડગંજમાં 324, અશોક વિહારમાં  322, સોનિયા વિહારમાં 306, જહાંગીરપુરીમાં 350, રોહિણીમાં  319, વિવેક વિહારમાં 346, વજીરપુરમાં 337, બવાણામાં 348, દિલશાદ ગાર્ડનમાં 307 અને બુરાડીમાં 335 એક્યુઆઈ નોંધાયો હતો.

Advertisement

દિલ્હી સિવાય NCRના 20 વિસ્તારોમાં “ઓરેન્જ એલર્ટ” જાહેર કરાયો છે, જ્યાં AQI 200 થી 300ની વચ્ચે છે. નોઇડામાં 264, ગાઝિયાબાદમાં 273 અને ગુરુગ્રામમાં 208 નો AQI “ખરાબ શ્રેણી”માં છે. વધતા પ્રદૂષણને જોતા વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (CAQM) એ GRAPના સ્ટેજ-II ને અમલમાં મૂક્યો છે.

દિલ્હી સરકારે લગભગ 2000 ટીમો પ્રદૂષણ નિયંત્રણ માટે તૈનાત કરી છે. શહેરભરમાં 376 એન્ટી-સ્મોગ ગન, 266 વોટર સ્પ્રિંકલર, અને 91 મશીનાઈઝ્ડ રોડ સ્વીપર GPS સિસ્ટમ સાથે સક્રિય છે. હાલમાં હવાની ગુણવત્તામાં સુધારાની શક્યતા ઓછી છે, પરંતુ નિષ્ણાતો મુજબ આવતા દિવસોમાં કૃત્રિમ વરસાદ (Artificial Rain) કરાયા બાદ પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થઈ શકે છે.

Advertisement
Tags :
Advertisement