સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે લેહમાં અનેક માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે
12:20 PM Dec 07, 2025 IST | revoi editor
Advertisement
નવી દિલ્હી: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે લદ્દાખના લેહ જિલ્લામાં અનેક માળખાગત સુવિધાઓ અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, જેમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ શ્યોક ટનલનો પણ સમાવેશ થાય છે. નવા રસ્તાઓ, પુલો અને ટનલ સહિતના આ પ્રોજેક્ટ્સ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના વિસ્તારોનો અન્ય રાજ્યો સાથે કનેક્ટિવિટીમાં સુધારો કરશે.
Advertisement
પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ ઉદ્ઘાટન સમારોહમાં વર્ચ્યુઅલી હાજરી આપશે. રાજનાથ સિંહ સવારે સાડા દશ વાગ્યે શ્યોક ટનલનું ઉદ્ઘાટન કરશે. તેઓ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા બનાવવામાં આવેલા અન્ય ઘણા પ્રોજેક્ટ્સનું પણ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે. તેમની સાથે લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર કાવિંદર ગુપ્તા પણ રહેશે.
Advertisement
Advertisement