For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં સાબરમતી નદી અને તળાવમાં ડૂબેલાને શોધવા ડીપ ટ્રેકર મશીન ખરીદાશે

05:14 PM Apr 18, 2025 IST | revoi editor
અમદાવાદમાં સાબરમતી નદી અને તળાવમાં ડૂબેલાને શોધવા ડીપ ટ્રેકર મશીન ખરીદાશે
Advertisement
  • એએમસી દ્વારા 95 લાખના ખર્ચે ડીપ ટ્રેકર વસાવાશે
  • ડીપ ટ્રેક 200 મીટર ઊંડાઈ સુધી જઈને સર્ચ કરી શકશે
  • રાતના સમયે પણ ડૂબી ગયેલાને શોધી શકાશે

અમદાવાદઃ શહેરમાં સાબરમતી નદી અને કાંકરિયા સહિત લેકમાં ડૂબી જવાના બનાવો બનતા હોય છે. જેમાં સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાતના બનાવો વધી રહ્યા છે. ડૂબેલાઓની ડેડબોડી શોધવામાં ફાયર વિભાગ અને તરવૈયાઓને ભારે જહેમત ઉઠાવવવી પડતી હોય છે. જેમાં રાતનો સમય હોય તો ઊંડા પાણીમાં ડેડબોડી શોધવાનું કામ કપરૂ બની જતું હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂપિયા 95 લાખના ખર્ચે ડીપ ટ્રેકર મશીન ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ડ્રીપ ટ્રેકર 200 મીટર ઊંડા પાણીમાં જઈને ડેડબોડી કે નદીના તળમાં રહેલી કોઈપણ ચિજ-વસ્તુઓ આસાનીથી શોધા શકશે. આ ડ્રીપ ટ્રેકર રાતના સમયે પણ કામ કરી શકે છે.

Advertisement

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અદ્યતન ટેક્નોલોજીવાળું ROV (Remotely Opreated Vehicle) ડીપ ટ્રેકર રોબોટ ખરીદાશે. ફાયર વિભાગ માટે ખૂબ જ મહત્ત્વનું ગણાતું એવું આ ડીપ ટ્રેકર રોબોટ રાત્રિના સમયે નદીમાં રહેલા મૃતદેહ અથવા તો કોઈપણ ચીજવસ્તુને 200 મીટર ઊંડાઈ સુધી જઈને શોધી કાઢશે.આ અંગે માહિતી આપતા  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં સાબરમતી નદી આવેલી છે તેમજ નાનાં નાળાં અને તળાવો પણ આવેલાં છે. જેમાં ગમે ત્યારે દુર્ઘટના બનતી હોય છે. AI ટેક્નોલોજીનો જમાનો છે, ત્યારે હવે રેસ્ક્યૂ ઓપરેશન માટે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. રાત્રિના સમયે ઉદભવતી મુશ્કેલીઓના કારણે કલાકોનો વિલંબ થતો હોય છે. જે સમસ્યાના ઉકેલ તરીકે ROV ડીપ ટ્રેકર મશીન ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મશીનનો ઉપયોગ ભૂતકાળમાં રાજ્યમાં મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનામાં કરવામાં આવ્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડીપ ટ્રેકર મશીન એક પ્રકારનો અંડર વોટર રેસ્ક્યૂ રોબોટ છે. જે નદી, કેનાલ કે ઊંડા પાણીમાં રાત્રે પણ ઓપરેટ કરી શકે છે. રાતના અંધારામાં પણ નદીની અંદર 200 મીટર સુધી ઊંડાણમાં જઈને રોબોટ કામગીરી કરી શકે છે. આ મશીનના ઉપયોગથી ફાયરકર્મીઓ અથવા તો તરવૈયાઓને પાણીમાં સાપ કે અન્ય જીવજંતુઓની સમસ્યા પણ નડતી નથી. ફાયર વિભાગ દ્વારા સાબરમતી નદીમાં ડીપ ટ્રેકરની ટ્રાયલ કરવામાં આવી છે. ડીપ ટ્રેકર મળતા રાત્રે પણ ઓપરેશન ચાલુ રાખી શકાશે. અંદાજિત 90થી 95 લાખ રૂપિયાની કિંમતનું આ મશીન આવે છે. કોર્પોરેશન દ્વારા બેથી ત્રણ જેટલાં મશીન વસાવવામાં આવશે.

Advertisement

ફાયર વિભાગના અધિકારીના કહેવા મુજબ આ ડીપ ટ્રેકરમાં 4K કેમેરા અને ગ્રેબર પણ છે. ડીપ ટ્રેકરને ટેક્નિકલ વ્યક્તિ રિમોટથી ઓપરેટ કરશે અને ટ્રેકર 200 મીટરની ઊંડાઈ સુધી જઈ શકે છે. 120 મીટરના રેડિયસના વિસ્તારમાં સર્ચ પણ કરી શકે છે. ટ્રેકરને પાણીમાં ઉતાર્યા બાદ એ વાતની ખાતરી કરી શકાય છે કે કોઇપણ વસ્તુ કઇ જગ્યા પર છે અને તેની સ્થિતિ શું છે. પોલીસ, CBI સહિતની એજન્સીઓ દ્વારા પણ આ ડીપ ટ્રેકરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કારણ કે, ગુના બાદ આરોપીઓએ નદીમાં ફેંકેલાં હથિયારો શોધવામાં પણ મદદ મળે છે.

Advertisement
Tags :
Advertisement