અફઘાન નાગરિક કાર્ડ ધારકોને પાકિસ્તાન છોડવાની સમયમર્યાદા સમાપ્ત
12:01 PM Apr 01, 2025 IST | revoi editor
Advertisement
અફઘાન નાગરિક કાર્ડ ધારકોને દેશ છોડવાની સમયમર્યાદા સમાપ્ત થઈ છે ત્યારે પાકિસ્તાન સરકારે હજારો અફઘાન શરણાર્થીઓની ધરપકડ કરવા અને દેશનિકાલ કરવાનો આદેશ આપ્યો છે.
Advertisement
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, રાવલપિંડીના પોલીસ વડાએ રાવલ, પોટોહર અને સદર વિભાગના અધીક્ષકોને જિલ્લામાં રહેતા અથવા કામ કરતા અફઘાન નાગરિકો સામે કાનૂની પગલાં લેવાના નિર્દેશ આપ્યા છે. આ ઘટનાને કારણે અફઘાન નિરાશ્રીતો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે.
આ મુદ્દે પાકિસ્તાનમાં યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીઝના પ્રતિનિધિ ફિલીપા કેન્ડલરે કહ્યું હતું કે લાખો અફઘાન શરણાર્થીઓને હાંકી કાઢવાના દેશના નિર્ણયથી અફઘાન સમુદાય “હચમચી” ગયો છે તેમની આશાઓ અને સપનાઓ તૂટી ગયા હોવાનો ઉલ્લેખ કરીને તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને વધુ જવાબદારી ઉપાડવા વિનંતી કરી હતી.
Advertisement
Advertisement