For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરત મ્યુનિ.કોર્પોરેશનનો સાયકલ શેરિંગનો પ્રોજેક્ટ નિષ્ફળ

05:48 PM Nov 30, 2024 IST | revoi editor
સુરત મ્યુનિ કોર્પોરેશનનો સાયકલ શેરિંગનો પ્રોજેક્ટ નિષ્ફળ
Advertisement
  • પ્રજાના ટેક્સના લાખો રૂપિયાનો ખર્ટ પાણીમાં ગયો,
  • 70,000ની એક એવી 1276 સાયકલો ભંગાર બની ગઈ,
  • સાયકલ પ્રોજેક્ટ માટે 120 સ્ટેશન બનાવાયા હતા.

સુરતઃ ભાજપ શાસિત સુરત મ્યુનિ.કોર્પોરેશનના અંધેર વહિવટનો નમુનો પ્રકાશમાં આવ્યો છે. પ્રજાના ટેક્સના પૈસાથી અમલમાં મુકાયેલો સાયકલ શેરિંગનો પ્રોજેક્ટ નિષ્ફળ ગયો છે. મ્યુનિનો અતિ મહત્વકાંક્ષી સાયકલ શેરિંગ પ્રોજેક્ટ હવે પોતાની દયનીય સ્થિતિમાં જોવા મળી રહ્યો છે લાખો રૂપિયાનો ખર્ચ અને મોટા દાવાઓ સાથે શરૂ કરાયેલો આ પ્રોજેક્ટ પૂરતી જાળવણી અને યોગ્ય આયોજનના અભાવે નિષ્ફળ ગયો છે. મ્યુનિના સત્તાધિશો  દ્વારા રૂ 70 હજારની કિંમતની એક સાયકલ એવી 1200થી વધુ સાયકલોની ખરીદી કરી હતી. પરંતુ હાલ આ સાયકલો હાલ ધૂળ ખાય રહી છે તથા આટલી મોંઘી દાંટ સાયકલને લોક પણ મારવામાં આવ્યું નથી. સાયકલોનો વપરાશ ન કરાતા સાયકલો પડી પડી ભંગાર બની ગઈ છે.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ  સુરત શહેરમાં પર્યાવરણમિત્ર પરિભ્રમણ પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરાયેલો સાયકલ શેરિંગ પ્રોજેક્ટમાં લગભગ 1267 સાયકલો મુકવામાં આવી હતી. આ માટે 120 સ્ટેશનો ઊભા કરવામાં આવ્યા હતા. મોટે ઉપાડે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટનો હેતુ એવો હતો કે, નાગરિકોને સરળ  પરિવહન સુવિધા પૂરી પાડવાનો હતો. પ્રતિ સાયકલ લગભગ 70,000 રૂપિયાનો ખર્ચ અને પાંચ વર્ષ માટે રૂ. 8.91 કરોડના જાળવણી ખર્ચ સાથે આ પ્રોજેક્ટનો બાંધકામ થયુ હતું. જર્મન ટેકનોલોજી સાથેની આ સાયકલોને ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવી હતી. પરંતુ આ મહત્ત્વના પ્રોજેક્ટની શરૂઆતથી જ યોગ્ય દેખરેખ અને જાળવણીના અભાવે તેનું નુકસાન થતું રહ્યું છે. શહેરના લગભગ તમામ સાયકલ સ્ટેશન ધૂળ અને અવ્યવસ્થામાં મઢાયેલ છે. સ્ટેશનો પર સાયકલો ખરાબ હાલતમાં પડી રહી છે. જેમાં મોટાભાગની કાટ લાગેલી છે અને ઉપયોગ માટે લાયક રહી નથી. આમ મ્યુનિના સત્તાધિશોએ અવિચારી નિર્ણય લઈને પ્રજાના ટેક્સના લાખો રૂપિયા બરબાદ કરી દીધા છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, શહેરના અઠવાલાઈન્સ જેવા વિસ્તારોમાં, જ્યાં સાયકલ શેરિંગ સુવિધાનો ઉપયોગ વધુ થવાની સંભાવના હતી. ત્યાં પણ સાયકલો એકતરફે પડી રહી છે.પ્રોજેક્ટ હેઠળ આવેલી 80 ટકા જેટલી સાયકલો હવે પ્રેક્ટિકલી નકારાત્મક થઈ ગઈ છે. આ સ્થિતિમાં સામાન્ય નાગરિકોના ટેક્સની કરોડોની રકમ બરબાદ થઈ હોવાનું સામે આવ્યું છે. સ્ટેશનો પર કોઈ દેખરેખ ન હોવાથી, આ સાયકલો કોઈ પણ સરળતાથી ચોરી કરી શકે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement