તાલિબાને નર્સિંગના અભ્યાસ ઉપર મુકેલા પ્રતિબંધ સામે ક્રિકેટર રાશિદ ખાને વ્યક્ત કરી નારાજગી
અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાનની ગણતરી હાલમાં વિશ્વના સૌથી પ્રખ્યાત ક્રિકેટરોમાં થાય છે. તેણે પોતાની રમતથી એક અલગ જ છાપ છોડી છે. રાશિદ અફઘાનિસ્તાનનો મોટો અવાજ મનાય છે. તેણે દેશની તાલિબાન સરકારના નિર્ણય પર કડક વલણ અપનાવીને મહિલાઓ માટે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે મહિલાઓને તબીબી સંસ્થાઓમાં અભ્યાસ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેની સામે રશિદ ખાને નારાજગી વ્યક્ત કરી છે.
અહેવાલ અનુસાર, કાબુલમાં મિડવાઇફરી અને નર્સિંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થિનીઓને સંસ્થામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. તાલિબાન સરકારના આદેશોને ટાંકીને, તેમને મૌખિક રીતે કહેવામાં આવ્યું હતું કે હાલમાં વર્ગો સ્થગિત છે.
આ મુદ્દા પર પોતાનો અવાજ ઉઠાવતા રાશિદ ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું કે, 'ઇસ્લામિક શિક્ષણમાં શિક્ષણ કેન્દ્રિય સ્થાન ધરાવે છે, જે સ્ત્રી અને પુરુષ બંને માટે જ્ઞાન પ્રાપ્ત કરવા પર ભાર મૂકે છે. કુરાન શીખવાનું મહત્વ. બંને જાતિઓનું સમાન આધ્યાત્મિક મૂલ્ય."
રશીદે આગળ લખ્યું છે કે, "અફઘાનિસ્તાનની બહેનો અને માતાઓ માટે શૈક્ષણિક અને તબીબી સંસ્થાઓના તાજેતરના પ્રતિબંધથી દુખી છું. આ નિર્ણય માત્ર તેમના ભવિષ્યને જ નહીં પરંતુ આપણા સમાજના વ્યાપક ફેબ્રિકને પણ જોખમમાં મૂકે છે."
તેમણે લખ્યું કે, "અફઘાનિસ્તાન, આપણી પ્રિય માતૃભૂમિ, એક નાજુક તબક્કે ઉભું છે. દેશને દરેક ક્ષેત્રમાં, ખાસ કરીને તબીબી ક્ષેત્રે વ્યાવસાયિકોની સખત જરૂર છે. મહિલા ડોકટરો અને નર્સોની તીવ્ર અછત ખાસ કરીને ચિંતાજનક છે." અમારી બહેનો અને માતાઓ માટે તબીબી વ્યાવસાયિકો દ્વારા પૂરી પાડવામાં આવતી સંભાળની ઍક્સેસ હોવી મહત્વપૂર્ણ છે જેઓ તેમની જરૂરિયાતોને સાચી રીતે સમજે છે."
તેણે આગળ લખ્યું, "હું આ નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે નિષ્ઠાપૂર્વક અપીલ કરું છું જેથી કરીને અફઘાન છોકરીઓ તેમનો શિક્ષણનો અધિકાર પાછો મેળવી શકે અને દેશની પ્રગતિમાં યોગદાન આપી શકે.