હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

વડોદરા નજીક હાઈવે પર ટેમ્પાએ સ્કૂટરને અડફેટે લેતા દંપત્તીનું ઘટના સ્થળે મોત

03:46 PM Jun 22, 2025 IST | revoi editor
Advertisement

વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેર નજીક નેશનલ હાઈવે પર સ્કૂટર અને આઈસર ટેમ્પા વચ્ચે સર્જાયો હતો. શહેરના વાઘોડિયા બ્રિજ ઉપરથી  વહેલી સવારે એક્ટિવા સ્કૂટરને આઇસર ટેમ્પાએ અડફેટમાં લેતા એક્ટિવામાં જતા દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. આ અકસ્માત બાદ ટેમ્પોચાલક ટેમ્પાને ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો. આ મામલે કપુરાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

વડોદરા શહેરન નજીક વાઘોડિયા બ્રિજ ઉપરથી  વહેલી સવારે એક્ટિવા સ્કૂટરને આઇસર ટેમ્પાએ અડફેટમાં લેતા એક્ટિવામાં જતા દંપતીનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. આ બનાવની જાણ થતા કપુરાઇ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી દંપતીના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શહેરના ડભોઇ વાઘોડિયા રીંગરોડ ઉપર આવેલા આદિત્ય પાર્ટી પ્લોટની સામે આદિત્ય ઓર્બીટમાં લલિતભાઈ ભાગલે (ઉંમર વર્ષ 36) તથા તેમના પત્ની રાજુલા લલિતભાઈ ભાગલે (ઉંમર વર્ષ 34) દંપત્તિ રહેતા હતા અને બંને પતિ-પત્ની નોકરી કરતા હતા.પતિ લલિતભાઈ ભાગલે એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરતા હતા. જ્યારે તેમના પત્ની રાજુદા ભાગલે શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા. વહેલી સવારે તેમના પત્નીને નોકરી ઉપર સ્કૂલે જવાનું હોવાથી સવારે 6:00 વાગ્યાની આસપાસ એક્ટીવા ઉપર તેમના પત્નીને પતિ મૂકવા માટે જતા હતા. આ દંપતી એક્ટીવા પર નેશનલ હાઈ-વે વાઘોડિયા બ્રિજ પરથી પસાર થતા હતા. તે વખતે આઇસર ટેમ્પા ચાલાકે ભાગલે દંપતીના એક્ટીવાને અડફેટે લીધું હતું. જેમાં એક્ટીવા સવાર પતિ-પત્નીને શારીરિક ગંભીર ઇજાઓ થઈ હતી. જેના કારણે પતિ-પત્નીના ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજયા હતાં.

આ અકસ્માતના બનાવ બાદ ટેમ્પા ચાલક ટેમ્પાને ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો. અકસ્માત મોતના બનાવને પગલે કપુરાઈ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. આ દરમિયાન એલ એન્ડ ટી કંપનીના અન્ય કર્મચારીઓ આ રોડ ઉપરથી પસાર થતી થતા હોય તેઓ પણ અકસ્માતને પગલે ઉભા રહ્યા હતા અને રોડ ઉપર પડેલા મૃતદેહોને જોતા એલ એન્ડ ટીના કર્મચારી હોવાની પ્રાથમિક પોલીસને જાણ થઈ હતી. જોકે, પોલીસે અકસ્માત મોતના બનાવ સંદર્ભે ટેમ્પો કબ્જે કરીને ટેમ્પાચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharBreaking News Gujaraticouple diesGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja SamacharTampa - Scooter accidentVadodara Highwayviral news
Advertisement
Next Article