For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગર એસટી બસ સ્ટેશનમાં મોટા અવાજે વગાડાતા જાહેરાતના માઈક પર અંકૂશ મુકાશે

04:56 PM Sep 22, 2025 IST | Vinayak Barot
ગાંધીનગર એસટી બસ સ્ટેશનમાં મોટા અવાજે વગાડાતા જાહેરાતના માઈક પર અંકૂશ મુકાશે
Advertisement
  • એસટી બસ સ્ટેશનમાં ધ્વનિ પ્રદુષણ અટકાવવા તંત્રનો આદેશ,
  • ખાનગી કંપનીઓની જાહેરાતથી ઘોંઘાટ થાય છે,
  • એસટી બસ સ્ટેશનમાં ઓડિયો એનાઉમેન્ટ સિસ્ટમ ફીટ કરવામાં આવેલી છે,

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના મુખ્ય એસટી બસ સ્ટેશન પર પ્રવાસીઓને બસ ક્યારે ઉપડશે તેની જાણકારી માટે ઓડિયો એનાઉસમેન્ટ સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. અને સમયાંતરે પ્રવાસીઓને માહિતી આપવામાં આવતી હોય છે. દરમિયાન બસ માટે એનાઉન્સ ન કરવાનું હોય ત્યારે ખાનગી કંપનીઓની જાહેરાતોનું એનાઉન્સ કરવામાં આવતું હોય છે. જેનું વોલ્યુમ એટલું બધુ ઊંચુ હોય છે. કે પ્રવાસીઓ ઘોંઘાટથી ત્રાસી ગયા છે. જાહેરાતો વખતે અવાજ વધુ રાખવામાં આવે છે કે તેનાથી ધ્વનિ પ્રદુષણ થતું હોવાની ફરીયાદો ઉઠતા નિગમ દ્વારા  ઓડિયો એનાઉસમેન્ટ સિસ્ટમાં ખાનગી કંપનીની જાહેરાત વખતે અવાજ ઓછો રાખવાનો નિર્દેશ કર્યો છે.

Advertisement

એસટી નિગમ દ્વારા પાટનગર  ગાંધીનગરમાં આધુનિક સુવિધાયુક્ત એસ ટી ડેપો પોર્ટ ઉભા કરવામાં આવ્યા છે. તેમાં મુસાફરોને ગમે ત્યાં બેઠો હોય પરંતું કઇ બસ આવી અને કઇ બસ ઉપડી તેની માહિતી મળી રહે તે માટે ઓડિયો એનાઉમેન્ટ સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. આ સિસ્ટમમાં બસના સમયની જાહેરાત કર્યા બાદ ખાનગી કંપનીની જાહેરાત કરવામાં આવે છે. જોકે જાહેરાત વખતે અવાજ વધુ રાખવામાં આવતો હોવાથી ધ્વની પ્રદુષણ થતું હોવાની ફરીયાદો ખુદ એસ ટી નિગમના કર્મચારીઓમાં ઉઠવા પામી છે. જાહેરાતોનો ઘોંઘાટ એટલો બધો છે કે, પ્રવાસીઓને કાન પર હાથ રાખવાની ફરજ પડે છે. જાહેરાતોનો અવાજ છેક બહાર રોડ સુધી સંભળાતો હોય છે. હવે જાહેરાતોનું વોલ્યુમ ધીમુ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement