For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં મગફળી પકવતા ખેડૂતોને અન્યાય સામે કોંગ્રેસની મુખ્યમંત્રીને રજુઆત

03:04 PM Oct 12, 2025 IST | Vinayak Barot
ગુજરાતમાં મગફળી પકવતા ખેડૂતોને અન્યાય સામે કોંગ્રેસની મુખ્યમંત્રીને રજુઆત
Advertisement
  • સરકાર ખેડૂત દીઠ ટેકાના ભાવે 300 મણ ખરીદી કરેઃઅમિત ચાવડા,
  • કર્ણાટક અને તેલંગાણા દ્વારા વાર્ષિક 32000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા થાય છે,
  • કોંગ્રેસ દ્વારા 15મી ઓક્ટોબરે સૌરાષ્ટ્રના તાલુકા મથકો પર વિરોધ કરાશે

અમદાવાદઃ  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ખેડૂત વિરોધી ભાજપ સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતોને થઇ રહેલા અન્યાય અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો છે. સરકાર દ્વારા ખેડૂત દીઠ માત્ર 70 મણ મગફળી ટેકાના ભાવ ખરીદીની જગ્યાએ સરકારએ ખેડૂત દીઠ 3000 મણ ખરીદીની માંગ કરી છે. સરકાર દ્વારા જો ટેકાના ભાવે મગફળી ખરીદી ના કરે તો 1.35.000  રજિસ્ટ્રેશન કરાવનારા ખેડૂતોના ખાતામાં  બજાર ભાવ અને ટેકા ભાવના ભાવફેરના રૂપિયા સીધા જમા થાય તેવી માંગ કરી છે.

Advertisement

તેમણે જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા જ નિમાયેલી કમિટી " ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન કમિટી"એ આપેલા અહેવાલ મુજબ સરકાર દ્વારા ખેડૂતોને હેક્ટર દીઠ સહાય આપવી જોઈએ. કોંગ્રેસ શાસિત કર્ણાટક અને તેલંગાણા દ્વારા વાર્ષિક ૩૨૦૦૦ રૂપિયા સીધા ખેડૂતો ના ખાતા માં જમા થાય છે તેવી યોજના ગુજરાતમાં લાગુ કરવી જોઈએ.  ગુજરાતના મગફળી પકવતા ખેડૂતોના ન્યાય માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતો પાસેથી 300 મણની ટેકાના ભાવે ખરીદી માટે સમર્થન પત્ર લખાવવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી 15 ઓક્ટોબર ખેડૂતોના હક્ક અધિકારોના મુદ્દે સૌરાષ્ટ્રના તાલુકા મથકો ઉપર ખેડૂત વિરોધી ભાજપ સામે કાર્યક્રમ આપવા માં આવશે.
તેમણે ભાજપ સરકાર સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે,  ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરનારી ભાજપએ ખેડૂતોના ખર્ચા બમણા કરી દીધા છે. ભાજપ સરકારએ કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતો માટે કોઈ પણ પ્રકાર રાહત પેકેજ જાહેરાત નથી કરી. કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કપાસમાં આયાત ઉપર ટેક્સ હટાવી ગુજરાતના કપાસ પકવતા ખેડૂતો જોડે હળહળતો અન્યાય કર્યો છે. વાવેતરના સમયે એ ખેડૂતોને ખાતર ના મળે અને બજારમાં કાળાબજારી થાય , ભોગવે ખેડૂત. ભારતમાલા જેવા પ્રોજેક્ટમાં જબરદસ્તી જમીન સંપાદિત કરી સસ્તા ભાવે જમીન પડાવવા ના ધંધા ખેડૂત વિરોધી ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે.
રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદમાં અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ ખેડૂતોને પડી રહેલી મૂશ્કેલીઓ, ભાવફેર, વધતી આર્થિક પરેશાનીની વ્યથા જણાવી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement