For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે પણ તૈયારીઓ શરૂ કરી

03:03 PM Apr 27, 2025 IST | revoi editor
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે પણ તૈયારીઓ શરૂ કરી
Advertisement
  • ચૂંટણી પંચ દ્વારા હજુ ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી નથી
  • કોંગ્રેસે આમ આદમી સાથે ચૂંટણી જોડાણની ના પાડી હતી
  • પુરી તાકાતથી ચૂંટણી લડવા કોંગ્રેસ કાર્યકરોને હાકલ

જૂનાગઢ: વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ રાજીનામું આપીને ભાજપમાં પ્રવેશ કરતા ઘણા વખતથી વિસાવદર વિધાનસભા બેઠક ખાલી છે. અગાઉની ચૂંટણીનો મામલો કોર્ટમાં હોવાથી પેટા ચૂંટણી જાહેર કરી શકાતી નહતી, પણ હવે કોર્ટ દ્વારા આ મામલનું નિરાકરણ થઈ જતા ગમે ત્યારે ચૂંટણી પંચ દ્વારા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. ત્યારે તમામ પક્ષોએ ચૂંટણી જાહેર થયા પહેલા જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાની ઉમેદવાર તરીકે જાહેરાત પણ કરી દીધી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા પણ પેટા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા પણ નાના-નાના કાર્યકર્તા સંમેલનો યોજીને ચૂંટણી જાહેર થાય તે પૂર્વે પોતાના પક્ષમાં માહોલ ઉભો કરવાના કાર્યક્રમો શરૂ કર્યા છે. જે અંતર્ગત  અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી ધીરજ ગુર્જરે વિસાવદર ખાતે કોંગ્રેસના કાર્યકરોની એક બેઠકને સંબોધન કર્યું હતું અને કાર્યકરોને ચૂંટણી લડવા સજ્જ રહેવાની હાકલ કરી હતી.

Advertisement

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસ દ્વારા વિસાવદર ખાતે કાર્યકર્તાનું એક સંમેલનનું આયોજન કર્યું હતું. જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ કાર્ય સમિતિના જનરલ સેક્રેટરી ધીરજ ગુર્જરની ખાસ ઉપસ્થિતિમાં વિધાનસભાની પેટા ચૂંટણી અને પક્ષના સંગઠનમાં થઈ રહેલા ફેરફારોને ધ્યાને રાખીને પાર્ટીના કાર્યકરોને સજ્જ બનવા અને પૂરી તાકાતથી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી લડવા માટે તૈયાર રહેવા હાકલ કરી હતી. વિસાવદરમાં આયોજિત થયેલી કાર્યકર્તા બેઠકમાં પ્રત્યેક કાર્યકરોને બુથ લેવલથી લઈને પ્રત્યેક મતદાર સુધી પહોંચીને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરવા લાગી જવાની હાકલ કરી હતી. આ સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

અખિલ ભારતીય કોંગ્રેસ કાર્ય સમિતિના જનરલ સેક્રેટરી ધીરજ ગુર્જરે વિસાવદર બેઠકની પેટા ચૂંટણી અને ત્યારબાદ વર્ષ 2027માં આવનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી કોંગ્રેસ પાર્ટી જીતીને ગુજરાતમાં ફરીથી એક વખત કોંગ્રેસ રાજનો સૂર્યોદય કરશે તેવો ભરોસો વ્યક્ત કર્યો હતો. જેની શરૂઆત વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જીતીને કોંગ્રેસ કરવા જઈ રહી છે તેવો આશાવાદ પણ ધીરજ ગુર્જરે વ્યક્ત કર્યો હતો. ધીરજ ગુર્જરને જૂનાગઢ જિલ્લાના પ્રભારી પણ બનાવવામાં આવ્યા છે. જેને કારણે તેઓ તેમના કાર્યકાળમાં આવનારી પ્રત્યે ચૂંટણી અને પક્ષના સંગઠનમાં થઈ રહેલા ફેરફારોને ધ્યાને રાખીને ખાસ જૂનાગઢ જિલ્લાના પ્રત્યેક કાર્યકર્તાઓ સાથે બેઠક કરી રહ્યા છે.

Advertisement

વિસાવદર વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી. તે પૂર્વે જ વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં રાજકીય માહોલ ધીમે ધીમે ગરમાઇ રહ્યો છે. આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પરથી પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાને ઉમેદવાર બનાવ્યા છે. તો ભાજપ અને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા નથી. પરંતુ ચૂંટણી લડવાને લઈને કાર્યકર્તા સંમેલન અને ખાટલા બેઠકોની સાથે મત વિસ્તારના પ્રત્યેક નાગરિકો અને મતદારો સુધી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પહોંચીને કોઈપણ સમયે જાહેર થનાર વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પાર્ટીને જીતાડવા માટે તેમના કાર્યકરોને કામે લગાડ્યા છે.

Advertisement
Tags :
Advertisement