હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

કોંગ્રેસના 84માં રાષ્ટ્રીય અધિવેશનનો પ્રારંભ, સરદાર સ્મારકમાં CWCની બેઠક મળી

05:38 PM Apr 08, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ શહેરના આંગણે આજથી કોંગ્રેસનું 84મું અધિવેશનનો પ્રારંભ થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે કોંગ્રેસની કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક સાથે શરૂ થઈ હતી. CWCની બેઠકના પ્રારંભે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ જણાવ્યું કે, કોંગ્રેસ 140 વર્ષના ઇતિહાસમાં જે પ્રાંતોમાંથી સૌથી વધુ શક્તિ મળી તેમાં ગુજરાત અવ્વલ છે. આજે અમે ફરી અહીંથી પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ. અમારી અસલી શક્તિ દેશની એકતા-અખંડિતતા તથા સામાજિક ન્યાયની વિચારધારા છે.

Advertisement

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સવારે લગભગ 10.30 વાગ્યે અમદાવાદ પહોંચ્યા હતા. એર ઇન્ડિયાની લંડન ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવાને કારણે બંને નેતાઓ અમદાવાદ પહોંચવામાં અડધો કલાક મોડા પડ્યા હતા. પ્રિયંકા ગાંધી પણ અધિવેશનમાં ભાગ લેવા માટે આવવાના હતા પણ સોનિયા અને રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી આવ્યા નહતા.

સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે  કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક પૂર્ણ થઈ હતી. CWCની બેઠકમાં સભ્યો તેમજ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, પ્રભારીઓ, પ્રદેશ અધ્યક્ષો, વિપક્ષના નેતા અને અન્ય વરિષ્ઠ નેતાઓનો ઉપસ્થિત રહ્યા હતા. 4 કલાક ચાલેલી બેઠક બાદ તમામ CWC સભ્યોને PATEL A LIFE બુક આપવામાં આવી હતી. બાદમાં સરદાર સ્મારક બહાર નેતાઓનું ફોટો સેશન થયું હતું.  CWCની બેઠક બાદ સચિન પાઇલોટે જણાવ્યું હતું કે, અમે ઉદયપુર ડેક્લેરેશન-2022 લાગુ કર્યુ છે. અમે લોકો સુધી જઈશું. દેશમાં જનચેતના ફેલાવીશું. અધિવેશનના માધ્યમથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઊર્જાનું સંચાર કરીશું.

Advertisement

અમદાવાદના સાબરમતી નદીના તટે રિવરફ્રન્ટ પર આવતી કાલે 9 એપ્રિલે મુખ્ય અધિવેશન યોજાશે, જેમાં દેશભરમાંથી 1,700થી વધુ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ ભાગ લેશે. અહીં એક VVIP ડોમ બનાવવામાં આવ્યો છે. આ અધિવેશનની થીમ છે, 'ન્યાયપથ: સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ.' આ અધિવેશન ગુજરાતમાં સંગઠનને મજબૂત બનાવવા અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે રોડમેપ તૈયાર કરવાની દિશામાં એક મોટું પગલું હશે.

આ વર્ષે મહાત્મા ગાંધી કોંગ્રેસ પ્રમુખ તરીકે હતા તેના 100 વર્ષ પૂર્ણ થયા છે. આ ઉપરાંત, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પણ છે. બંને મહાનુભાવોનો જન્મ ગુજરાતમાં થયો હતો, તેથી કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશનનું અધિવેશનનું આયોજન કર્યુ છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiCongress National ConventionCWC meeting held at Sardar SmarakGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article