For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં 70 વર્ષની ઉંમરના વડિલોને આયુષ્યમાન કાર્ડ આપવાનો પ્રારંભ

06:11 PM Nov 08, 2024 IST | revoi editor
અમદાવાદમાં 70 વર્ષની ઉંમરના વડિલોને આયુષ્યમાન કાર્ડ આપવાનો પ્રારંભ
Advertisement
  • 70 વર્ષથી વધુ વયના વડિલોને 10 લાખ સુધીની સારવાર માટે ફ્રી,
  • 85 અર્બન હેલ્થ સેન્ટરો પર આધાર નંબર પરથી આયુષ્યમાન કાર્ડ મળશે,
  • 70 વર્ષના વડિલો માટે આવકની કોઈ મર્યાદા નથી,

અમદાવાદઃ વડાપ્રધાન વય વંદના યોજના અંતર્ગત 70થી વધુ વયના સિનિયર સિટીઝનને 10 લાખનો મેડિક્લેઈમ ફ્રીમાં અપાઈ રહ્યો છે. 70 કે તેથી વધુ ઉંમરના વૃદ્ધોને આયુષ્યમાન કાર્ડ અપાશે, અને કાર્ડ દ્વારા ખાનગી તથા સરકારી હોસ્પિટલોમાં રૂપિયા 10 લાખ સુધીની મફતમાં સારવાર કરાવી શકશે. આયુષ્યમાન કાર્ડ મેળવવા માટે આવકની કોઈ મર્યાદા નથી, ગમે તેટલી આવક હોય તો પણ વડિલો આયુષ્યમાન કાર્ડ મેળવી શકશે. અમદાવાદમાં મ્યુનિના 85 અર્બન હેલ્થ સેન્ટર પરથી વડીલોને માત્ર આધાર કાર્ડને આધારે વય વંદના આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનો પ્રારંભ કરાયો છે.

Advertisement

એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યું હતું કે,  70થી વધુ વયના સિનિયર સિટીઝનને તાત્કાલિક કાર્ડ મળી જાય તે માટે વિશેષ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. વડીલો સરકારી ઉપરાંત શહેરની નિયત કરાયેલી 124 ખાનગી હોસ્પિટલમાં પણ રૂ.10 લાખ સુધીની મફત સારવાર મેળવી શકશે. જે સિનિયર સિટીઝન ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરી કાર્ડ બનાવી શકતા નથી તેમને મદદ કરવા માટે અર્બન હેલ્થ સેન્ટર અને સામુહિક આરોગ્ય કેન્દ્ર પર હેલ્પડેસ્ક શરૂ કરાયું છે. મતદાર યાદી મુજબ જોઈએ તો શહેરમાં 70થી વધુ વયના અંદાજે 3 લાખ વડીલો છે. સાતેય ઝોનમાં આવેલાં અર્બન હેલ્થ સેન્ટર ખાતે નોંધણી કરી આરોગ્ય વીમાનું કાર્ડ કાઢી આપવાનો પ્રારંભ કરાયો છે. આ કાર્ડ માટે આવકની કોઈ મર્યાદા રખાઈ નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના મ્યુનિના તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર વડિલો માટે વિશેષ હેલ્પડેસ્ક શરૂ કરાયા છે.  આવક ગમે તેટલી હોય તો પણ 70થી વધુ વયના સિનિયર સિટીઝનોને આરોગ્ય વીમાનો લાભ મેળવી શકે છે. અધિકૃત હોસ્પિટલમાં કેશલેશ સારવાર કરાવી શકાશે. કોઈપણ રોગની સારવાર માટે વીમો તરત ચાલુ થાય છે. આધાર નંબર આધારિત ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. 70થી વધુ વયના પરિવારના વડાનું નામ નોંધાવ્યા પછી ઘરમાં 70થી વધુ વયના સભ્યોના નામ ઉમેરી શકાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement