For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વડોદરામાં વરસાદી સીઝનમાં રોગચાળો અટકાવવા ચાર ઝોનમાં સફાઈ ઝૂંબેશ

03:26 PM Aug 03, 2025 IST | Vinayak Barot
વડોદરામાં વરસાદી સીઝનમાં રોગચાળો અટકાવવા ચાર ઝોનમાં સફાઈ ઝૂંબેશ
Advertisement
  • ચારેય ઝોનમાં સફાઈ, પેચવર્ક, ડ્રેનેજ લાઈન સફાઈ સહિત વિવિધ કામગીરી,
  • જાહેર માર્ગ પર કચરો ફેલાવતા પેનલ્ટી વસૂલ કરાઈ,
  • મચ્છરોની ઉત્પત્તી સામે દવાનો છંટકાવ કરાયો

વડોદરાઃ શહેરમાં વરસાદી સીઝનને લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના ચાર ઝોનમાં સફાઈ ઝૂંબેશ શરૂ કરવામાં આની છે. તેમજ મચ્છરોની ઉત્પતી અટકાવવા માટે દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારામાં સફાઈ ઝૂંબેશમાં, પેચવર્ક, ડ્રેનેજ લાઈન સફાઈ અને દંડ વસૂલાત જેવી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

વડોદરા શહેરમાં હાલ વરસાદી સીઝનને લીધે પાણીજન્ય અને મચ્છર જન્ય રોગચાળો વકરી રહ્યો છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મચ્છરોની ઉત્પતી અટકાવવા દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. જ્યારે શહેરના પૂર્વ ઝોનમાં સંગમ સર્કલથી ગાંધીપાર્ક, ગઘેડા માર્કેટથી નાયરા પેટ્રોલ પમ્પ સુધી ડિવાઇડર સફાઇ, માણેક પાર્કથી હોન્ડા શો રૂમ, વ્રજધામ રોડ,અમિતનગર સર્કલથી હોન્ડા શોરૂમ, અદાણિયા પુલથી MES, ધવલ હોસ્પિટલથી પંચશીલ, વારસીયા RTO સર્કલથી સાંઇબાબા મંદિર, હરિહર એપાર્ટમેન્ટથી કુતરાવાડી મેઇન રોડ,વારસીયા રિંગ રોડ,પંચશીલ નાળાથી જલારામ હોસ્પિટલ નાકા, જલારામ હોસ્પિટલ નાકાથી ગધેડા માર્કેટ ચાર રસ્તા,કિશનવાડી વિસ્તાર મેઈન રોડ, દાવડા નગર, રણછોડરાય મસાલા મીલ, દશામાં વિસર્જન કૃત્રિમ તળાવ, હનુમાન મંદિરની સામે સુધી સધન સફાઈ કામગીરી કરવામાં આવી હતી.

શહેરના એકલવ્ય મેદાન વિજયનગર વિસ્તારમાં JCB દ્વારા કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત કવિ દુલાભાયા પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓને પોતાની સ્કૂલ તેમજ પોતાના રહેણાંક વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા તેમજ રહેણાંકની આસપાસના રહીશો ગમે ત્યાં કચરો ન નાંખે તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 4 ખોડિયારનગર રોડ જાહેર માર્ગ ૫ર કચરો નાખતા ઇસમો પાસેથી રૂપિયા 1 હજાર પેન્લટી વસૂલ કરવામાં આવી હતી અને વોર્ડ નંબર 5ના વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ બદલ પેનલ્ટી રૂપિયા 400 વસૂલ કરવામાં આવી હતી. જ્યારે દક્ષિણ ઝોનમાં માંજલપુર કૃત્રિમ તળાવ પાસે, માંજલપુર સ્મશાન પાસે, સરસ્વતી ચાર રસ્તા માંજલપુર, રામબાગ સોસાયટી મકરપુરા, સુશેન સર્કલ પાસે,સાંઈ ઉધાન સુરભી પાર્ક પ્રમુખ પ્રસાદ ચાર રસ્તા, સઘન સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી તેમજ તરસાલી કૃત્રિમ તળાવ સધનતાથી સફાઇ ઝુંબેશ હાથ ધરી હતી.

Advertisement

શહેરના ઉત્તરઝોન નિઝામપુરા ગામ પાસે તથા કહાર મહોલ્લા પાસે કેચપીટ સ્લેબ કાસ્ટીંગ, કેનાલ રોડ, છાણી પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી. પેન્શનપુરા અને આદર્શનગર FRC Cover Fixની કામગીરી કરવામાં આવી હતી, નેકસોન ઈલાઈટ, શ્રીજી શરણમ ફલેટ,પ્રસંગ પાર્ટી પ્લોટ નજીક, હરણી મોટનાથ મહાદેવ મંદિર રોડ પાસે, નવાધર મહોલ્લો, સલાટવાડા અને આર્યકન્યા રોડ પાસે પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી. સોનારીકા સોસાયટી પાસે ડ્રેનેજ લાઈન સફાઈની કામગીરી કરવામાં આવી હતી. સ્વીંમીંગ પૂલ રોડ, કારેલીબાગ પાસે ટાઈલ્સ રિપેરીંગની કામગીરી, વોર્ડ-13કાશી વિશ્વનાથ, તળાવ સફાઇની કામગીરી, વોર્ડ-13 કાશી વિશ્વનાથ તળાવ ન્યૂ વોલ કન્સ્ટ્રક્શનની કામગીરી કરવામાં આવી હતી. સેનેટરી શાખાની ટીમ દ્વારા ચોમાસાની ઋતુને અનુલક્ષીને સ્લમ વિસ્તારમાં સઘન સફાઇ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં પંચમુખી વુડા, વાસણા ભાયલી રોડ ખાતે સઘન સફાઈ કરાવી જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જેની નાગરિકો દ્વારા ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement