For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં સિટીબસ દૂર્ઘટના કેસ, ભાજપના નેતાની ભલામણથી કોન્ટ્રાક્ટ અપાયો હતો

05:42 PM Apr 17, 2025 IST | revoi editor
રાજકોટમાં સિટીબસ દૂર્ઘટના કેસ  ભાજપના નેતાની ભલામણથી કોન્ટ્રાક્ટ અપાયો હતો
Advertisement
  • સિટીબસના ડ્રાઈવરનું લાયસન્સ ફેબ્રુઆરીમાં એક્સપાયર થઈ ગયું હતુ
  • મ્યુનિ.કોર્પોરેશનએ કોન્ટ્રાક્ટ કંપનીને માત્ર 2674નો જ દંડ કર્યો
  • 4 લોકોના મોતથી શહેરીજનોમાં મ્યુનિ. સામે રોષ

રાજકોટઃ શહેરમાં ગઈકાલે બુધવાર ઈન્દિરા સર્કલ નજીક પૂરફાટ ઝડપે સિટી બસે વાહનોને અડફેટે લેતા ચારના મોત નિપજ્યા હતા. ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે જ પાછળથી માતેલા સાંઢ માફક આવેલી સિટીબસના ચાલકે એક સાથે સાતથી આઠ વાહનોને અડફેટે લીધા હતા અને નિર્દોષ લોકોના શરીર પર બસના ટાયર ફરી વળતા કુલ 4 લોકોના મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ પોલીસે તપાસ કરતા બસ ચાલકનું ડ્રાઈવીંગ લાયસન્સ એક્સપાયર થયેલુ છે. મ્યુનિએ સિટી બસનો કોન્ટ્રાક્ટ જે કંપનીને હતો તેને માત્ર રૂ.2674નો દંડ આપીને તંત્રએ સંતોષ માન્યો હતો. બીજી એવી હકિકતો પણ પ્રકાશમાં આવી છે. કે, બસનો કોન્ટ્રાક્ટ કંપનીને ભાજપના એક નેતાની ભલામણથી આપવામાં આવ્યો હતો.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં સિટી બસના અકસ્માતમાં 4 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે. શહેરીજનોમાં મ્યુનિ. સામે જ રોષ ઊભો થયો છે. ત્યારે અન્ય વિગતો પણ પ્રકાશમાં આવી રહી છે. જેમાં સિટી બસમાં ડ્રાઇવરની ભરતી સહિતની જવાબદારી ભાજપનો પૂર્વ આગેવાન સંભાળતો હતો અને તેને આ જગ્યા પર સેટ કરવામાં ભાજપના એક વહીવટદાર મહામંત્રી અને એક સિટી એન્જિનિયરની ભૂમિકા હોવાની પણ જોરશોરથી ચર્ચા શરૂ થઇ રહી છે.​​​ આ અકસ્માતની ઘટના બાદ મ્યુનિએ સિટી બસનું સંચાલન કરતી કંપનીના બિલ રોકી સ્ટોપ પેમેન્ટ કર્યું છે. આખા કેસની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઇ પેમેન્ટ ન ચુકવવાનો નિર્ણય કર્યો છે. 8 કરોડ રૂપિયા ડિપોઝીટ અને 22 કરોડ રૂપિયાનું કંપનીનું બાકી બિલ અટકાવી દેવામાં આવ્યું હોવાનું કહેવાય છે. જ્યારે સિટી બસનો કંપની કોન્ટ્રાક્ટ આપવાની લેખિત ભલામણ કરેલા ભાજપના નેતા સામે પણ કડક પગલાં લેવામાં આવે એવી શહેરીજનો માગ કરી રહ્યા છે. દરેક કામમાં કમિશન લેતા વહીવટદાર એવા ભાજપના નેતાએ પેટા કોન્ટ્રાક્ટ મેળવવા ધારાસભ્યનું નામ વટાવ્યું હતું ત્યારે ખરેખર ધારાસભ્યની જાણ બહાર આ વાત કરી હતી કે, ધારાસભ્ય પણ પડદા પાછળ હતા તે બાબત રહસ્ય છે.

શહેરમાં બેફામ દોડતી સિટી બસ સામે NSUIએ આંદોલન કર્યું હતું. NSUIના પ્રદેશ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓએ સિટી બસને અટકાવી હતી અને રસ્તા રોકો આંદોલન કર્યું હતું. બાદમાં કાર્યકર્તાઓ સિટી બસમાં બેસી ગયા હતા. જોકે આ સમયે ત્યાં હાજર પોલીસ જવાનોએ 20 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ દરમિયાન પ્રદેશ પ્રમુખનો શર્ટ ઝપાઝપીમાં ફાટી ગયો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement