હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ચોટીલાઃ કારતકી પૂનમ નિમિતે ચામુંડા ધામ ખાતે ઉમટી ભીડ

12:29 PM Nov 16, 2024 IST | revoi editor
Advertisement

ચોટીલાઃ કાર્તિકી પૂર્ણિમા અને દેવદિવાળીના અવસરે સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર એવા ચોટીલા ચામુંડા ધામ ખાતે હૈયેહૈયુ દળાય એવી ભક્તોની ભારે ભીડ જામી હતી.

Advertisement

ગુરૂનાનક જયંતિની સરકારી રજા હોવાથી તથા શનિ-રવિ આવતા હોવાથી મીની વેકેશન માણવા માણવા યાત્રાળુઓ ઉમટ્યા હતા. પૂનમ નિમિત્તે ડુંગર ઉપર ચઢવાનો તળેટીનો મુખ્યદ્વાર વહેલી સવારે 2:30 વાગ્યે ખોલી નાખવામાં આવ્યો હતો અને માતાજીની પ્રથમ એવી મંગળા આરતી વહેલી સવારે 3 વાગ્યે કરવામા આવી હતી.

ડુંગર મંદિર મહંત પરિવારના મનસુખગિરિ ગોસાઈએ જણાવ્યું હતુ કે કારતકી પૂનમના દિવસે મંદિરમાં માતાજી સમક્ષ ગર્ભગૃહમાં ચોકલેટ તથા સૂકોમેવો અને ફળનો અન્નકૂટ ધરવામા આવ્યો હતો. આ સાથે માતાજીને ફૂલોના હારનો વિશેષ શણગાર કરવામા આવ્યો હતો.
ચોટીલામા વર્ષની કારતકી અને ચૈત્રી એમ બે પૂનમ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી માતાજીના પગપાળા સંઘ આવતા હોય છે. ખાસ ઉતર ગુજરાતના સંઘો ડીજે સાથે માતાના ગરબા વગાડીને રાસ રમતા રમતા માતાનો જયકારો બોલાવ્યો હતો.

Advertisement

સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સંઘો દ્વારા અબીલ, ગુલાલ, કંકુ અને ફૂલોની પાંદડીઓ ઉડાડવામાં આવે છે જેના કારણે હાઈવેથી તળેટી સુધીનો રસ્તો લાલ-ગુલાબી થઈ જાય છે. આ રસ્તા પર ચાલીને માતાજીના ભક્તોએ આનંદની લાગણી અનુભવી
કારતકી પૂનમાના ટ્રાફિકને ધ્યાનમા રાખીને જિલ્લા પોલીસ દ્વારા વધારાનો પોલીસ સ્ટાફ તથા હોમગાર્ડના જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા. ચોટીલાના મહિલા PI આઈ.બી.વલવી જાતે જ ડુંગર તળેટી, પાર્કિંગ, તથા ડુંગરના પગથિયા પર પોલીસ બંદોબસ્ત ચૂસ્ત રહે તે માટે સતત હાજર રહ્યા હતા.

Advertisement
Tags :
Aajna SamacharAtBreaking News GujaratiChamunda Dhamchotilacrowded crowdGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharIn order toKartaki PoonamLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article