For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મુખ્યમંત્રીનો ઓનલાઈન જનફરિયાદોના નિવારણનો કાર્યક્રમ કાલે 27મી માર્ચે યોજાશે

05:52 PM Mar 26, 2025 IST | revoi editor
મુખ્યમંત્રીનો ઓનલાઈન જનફરિયાદોના નિવારણનો કાર્યક્રમ કાલે 27મી માર્ચે યોજાશે
Advertisement
  • સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરુવારે યોજાય છે
  • મુખ્યમંત્રી નાગરિકોની રજુઆતો સાંભાળશે,
  • અરજદારો કાલે સવારે 9.30 થી 12 વાગ્યા સુધી પોતાની રજૂઆતો આપી શકશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો,  પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર, તા. 27મી માર્ચે યોજાશે.

Advertisement

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. આ ઉપક્રમમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં માર્ચ-2025નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આવતી કાલે તા. 27મી માર્ચે યોજાશે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, ગુરૂવારે 27મી માર્ચે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે. સામાન્ય નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર, તા. 27મી માર્ચે, સવારે 9.30થી બપોરે 12.૦૦ સુધીમાં મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ આ રાજ્ય સ્વાગત અન્વયે મુખ્યમંત્રી કાર્યાલય જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળશે. (File photo)

Advertisement

Advertisement
Tags :
Advertisement