ધોરણ-12 સામાન્ય પ્રવાહ બોર્ડ પરીક્ષાની તારીખમાં ફેરફાર
અમદાવાદઃ હોળી-ધુળેટીની રજાના કારણે 13 માર્ચે પૂર્ણ થનારી પરીક્ષા હવે 17 માર્ચે પૂર્ણ થશે. ભૂગોળની પરીક્ષા અગાઉ જે 7 માર્ચના યોજાવાની હતી તે હવે 12 માર્ચે યોજાશે.
ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પણ પરીક્ષા 27 ફેબ્રુઆરીથી જ શરૂ થશે. અગાઉ આ પરીક્ષા 13 માર્ચે પૂર્ણ થવાની હતી. પરંતુ હોળી-ધુળેટીની રજાના કારણે 13 માર્ચે પૂર્ણ થનારી પરીક્ષા હવે 17 માર્ચે પૂર્ણ થશે. ભૂગોળની પરીક્ષા અગાઉ જે 7 માર્ચના યોજાવાની હતી તે હવે 12 માર્ચે યોજાશે.
સામાજિક વિજ્ઞાન, ચિત્રકામ, એગ્રીકલ્ચર સહિતના વિષયની પરીક્ષા જે 12 માર્ચે યોજાવાની હતી તેની જગ્યાએ 15 માર્ચે યોજાશે અને 13 માર્ચે યોજાનારી ફારસી, સંસ્કૃત, અરબી, પ્રકૃતિ સહિતના વિષયોની પરીક્ષા હવે 17 માર્ચે યોજાશે. આમ 13 માર્ચે પૂર્ણ થતી પરીક્ષા 17 માર્ચે પૂર્ણ થશે. બોર્ડ દ્વારા માત્ર 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાની તારીખમાં ફરેફાર કરવામાં આવ્યો છે.