ચંદ્રબાબુ નાયડુએ પૂર્વ CM જગન મોહનની ડ્રગ્સ માફિયા પાબ્લો સાથે કરી સરખામણી
બેંગ્લોરઃ આંધ્રપ્રદેશમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન, આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ ગુરુવારે (25 જુલાઈ) ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને YSRCP પાર્ટીના વડા જગન મોહન રેડ્ડી પર આકરા પ્રહાર કર્યાં હતા. સીએમ ચંદ્રબાબુ નાયડુએ જગન રેડ્ડીની તુલના કોલંબિયાના ડ્રગ માફિયા પાબ્લો એસ્કોબાર સાથે કરી હતી. જે કોલંબિયાનો ડ્રગ માફિયા અને આતંકવાદી હતો. જે બાદ તેણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
સીએમ નાયડુએ વિધાનસભામાં કહ્યું કે, હું દેશનો સૌથી વરિષ્ઠ રાજનેતા છું અને જગન જ્યારે સત્તામાં હતા ત્યારે આંધ્ર પ્રદેશમાં આવી સ્થિતિ મેં ક્યારેય જોઈ નથી. તેમણે કહ્યું કે, આંધ્રમાં જે બન્યું તેની તુલના ડ્રગ લોર્ડ પાબ્લો એસ્કોબાર સાથે માત્ર એક જ વ્યક્તિ કરી શકે છે. તેમણે કહ્યું કે, "પાબ્લો એસ્કોબાર કોલંબિયાનો ડ્રગ માફિયા હતો, જે બાદમાં રાજકારણી બન્યો અને પછી તેણે ડ્રગ્સ વેચવાની પોતાની ગેંગ શરૂ કરી હતી. તેણે તે સમયે 30 બિલિયન ડૉલરની કમાણી કરી, હવે તેની કિંમત 90 બિલિયન ડૉલર છે. 1976માં તેની ધરપકડ કરવામાં આવી હતી," અને 1980માં તે વિશ્વનો સૌથી અમીર ડ્રગ માફિયા બન્યો હતો.
ટીડીપીના વડા નાયડુએ કહ્યું કે, પાછલી સરકાર દરમિયાન આંધ્રપ્રદેશમાં કેવા પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હતી. તેમણે કહ્યું કે, વાયએસઆરસીપીના નેતાઓ જ્યારે સત્તામાં હતા ત્યારે લોકોને ડરાવી રાખતા હતા. આ દરમિયાન નાયડુએ વર્ષ 2022માં બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે વાયએસઆરસીપી એમએલસી અનંત સત્ય ઉદય ભાસ્કરના ડ્રાઇવરની હત્યાને પણ અગાઉની વાયએસઆરસીપી સરકાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ઉદાહરણ તરીકે યાદ કરી હતી.
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, ડ્રાઈવરની હત્યા કરવામાં આવી હતી અને લાશને તેના ઘરે લઈ જવામાં આવી હતી. ભૂતપૂર્વ MMLC અનંત ભાસ્કરની મે 2023 માં તેમના ભૂતપૂર્વ ડ્રાઇવરની હત્યા માટે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે કહ્યું હતું કે, અનંત ભાસ્કરે હત્યા કરી હતી, પરંતુ બાદમાં તેને કારમાંથી ધક્કો માર્યો હતો, જેના કારણે લોકો એવું માનતા હતા કે તેનું મોત અકસ્માતના કારણે થયું હતું.
સીએમ ચંદ્રબાબુ નાયડુનું આ નિવેદન એવા સમયે આવ્યું છે. જ્યારે ગઈકાલે (24 જુલાઈ) YSRCP પાર્ટીના વડા જગન મોહન રેડ્ડીએ દિલ્હીના જંતર-મંતર પર પોતાના રાજ્યની નવી ચૂંટાયેલી સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રેડ્ડીએ તેલુગુ દેશમ પાર્ટીની ચંદ્રબાબુ નાયડુ સરકાર પર રાજકીય બદલો લેવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ગુનાખોરી અને બર્બરતાની વાર્તા શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આંધ્રપ્રદેશમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે.