For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતમાં તાપી નદીમાં વોટર મેટ્રો માટે કેન્દ્ર સરકાર દ્વારા ફિઝિબિલિટીની ચકાસણી કરાશે

05:06 PM Aug 07, 2025 IST | Vinayak Barot
સુરતમાં તાપી નદીમાં વોટર મેટ્રો માટે કેન્દ્ર સરકાર દ્વારા ફિઝિબિલિટીની ચકાસણી કરાશે
Advertisement
  • કેન્દ્ર સરકાર અમદાવાદ, સુરત સહિત દેશના 18 શહેરોમાં ફિઝિબિલિટીની ચકાસણી કરાશે,
  • ભારતમાં એક માત્ર કોચી શહેરમાં વોટર મેટ્રો છે,
  • કોચીની ટીમએ સુરત આવીને વોટર મેટ્રો માટે વિવિધ સર્વે પણ કર્યો હતો.

  સુરતઃ શહેરની તાપી નદીમાં વોટર મેટ્રો શરૂ કરવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણાસમયથી વિચારણા ચાલી રહી છે. મ્યુનિ.દ્વારા બજેટમાં પણ વોટર મેટ્રો પ્રોજેક્ટ માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવા જોગવાઈ કરવામાં આવી હતી. જોકે હવે કેન્દ્ર સરકાર દ્વારા સુરત, અમદાવાદ સહિત દેશના 18 શહેરોમાં વોટર મેટ્રો પ્રોજેક્ટ માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાનું નક્કી કરાયું છે. હાલ ભારતમાં એક માત્ર કોચી શહેરમાં વોટર મેટ્રો છે અને તે માટે કોચીની ટીમ સુરત આવીને વિવિધ સર્વે પણ કર્યો હતો.

Advertisement

સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદી પર બેરેજ સાકાર થયા પછી સુરત મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તાપી  રિવરફ્રન્ટ ધ્યાને રાખીને વોટર મેટ્રો માટે વિચારણા કરી હતી. આ માટે મ્યુનિ. કમિશનરે બજેટમાં વોટર મેટ્રોની ચકાસણી માટે જોગવાઈ પણ કરી હતી. જોકે, મ્યુનિના બજેટમાં વોટર મેટ્રો પ્રોજેક્ટ રાખ્યો છે તેની ફિઝિબિલિટીની ચકાસણી માટેની જવાબદારી કેન્દ્ર સરકારે ઉપાડી છે. ભારત સરકાર દેશના 18 શહેરોની નદીમાં વોટર મેટ્રોની ફિઝિલિબિટીની ચકાસણી કરશે. જેમાં ગુજરાતમાં સુરત ઉપરાંત અમદાવાદનો પણ સમાવેશ કરવામા આવ્યો છે.

સુરત મ્યુનિ.કોર્પોરેશને તાપી નદીમાં ટ્રાન્સ્પોટેશન માટે પણ ઉપયોગ થઈ શકે તે માટે વિચારણા કરી બજેટમાં વોટર ટ્રાન્સપોર્ટ માટે વોટર મેટ્રોની ફિઝિબિલિટીની માટે જોગવાઈ કરવામાં આવી હતી. જોકે, આ માટે મ્યુનિ. તંત્ર ખર્ચ કરે તે પહેલા જ કેન્દ્ર સરકારે ફિઝિબિલિટીની ચકાસણીની જવાબદારી ઉપાડી લીધી છે. ભારતમાં એક માત્ર કોચી શહેરમાં વોટર મેટ્રો છે અને તે માટે કોચીની ટીમ સુરત આવીને વિવિધ સર્વે પણ કર્યો હતો.

Advertisement

સુરત શહેરમાં 108 કિલોમીટર લાંબા બીઆરટીએસ કોરિડોરને પણ સાંકળીને સુચિત બેરેજના અપસ્ટ્રીમમાં કઈ જગ્યાએ વોટર મેટ્રો માટેના સ્ટેશન ઊભા કરી શકાય? તે અંગેની સ્થળ વિઝિટ કરી શક્યતા તપાસી હતી. આ ટીમ બે વાર સુરત શહેરની મુલાકાત કરી ચુકી છે. આ સર્વે દરમિયાન વિવિધ ડેટા પણ ભેગા કરવામાં આવ્યા હતા. એસએમસી આ કામગીરી આગળ ધપાવે તે પહેલાં કેન્દ્ર સરકારે જ સુરત સહિત દેશના 18 શહેરમાંથી પસાર થતી નદીમાં વોટર મેટ્રોની ફિઝિબિલિટીની ચકાસણી માટે નિર્ણય કર્યો છે તેના કારણે હવે સુરત મ્યુનિને ફિઝિબિલિટી માટે પૈસા ખર્ચવા પડશે નહીં. આ ફિઝિબિલિટી રિપોર્ટના આધારે સરકાર પ્રોજેક્ટ બાબતે આગળ નિર્ણય કરશે.

સૂત્રોના કહેવા મુજબ ચીની ટીમ દ્વારા 22 કિલોમીટરના રૂટમાં નદીના બંને કાંઠે ડોકિંગ સ્ટેશનના લોકેશન, બંને બાજુ ઓછામાં ઓછા બે ટર્મિનલ, પાર્કિંગ સ્પેસની ઉપલબ્ધતાની ચકાસણી કરવામાં આવશે. સર્વેમાં વોટર મેટ્રો કે અન્ય ફેરી સર્વિસ જેવી સુવિધા શરૂ કરવા માટે ટ્રાન્સપોર્ટેશન રૂટ પર નદીની ઊંડાઈ જાળવી ખૂબ જ જરૂરી છે. તે અંગે પણ સર્વે કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement