For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કેન્દ્ર સરકારે 42 સામાન્ય દવાઓના રિટેલ ભાવ જાહેર કર્યા

03:46 PM Sep 08, 2025 IST | revoi editor
કેન્દ્ર સરકારે 42 સામાન્ય દવાઓના રિટેલ ભાવ જાહેર કર્યા
Advertisement

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 42 સામાન્ય દવાઓના રિટેલ ભાવ નક્કી કરીને જાહેર કર્યા છે. આ દવાઓમાં બ્રોડ-સ્પેક્ટ્રમ એન્ટિબાયોટિક્સ અને ઈપ્કા લેબોરેટરીઝની દવાઓનો પણ સમાવેશ થાય છે. આ દવાઓનો ઉપયોગ ખાસ કરીને અંગોના ટ્રાન્સપ્લાન્ટ બાદ થનારા ઓર્ગન રિજેક્શનને અટકાવવા માટે કરવામાં આવે છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા ભાવ મુજબ મેરોપેનમ અને સુલબેક્ટમ ઇન્જેક્શનની રિટેલ કિંમત પ્રતિ બોટલ આશરે રૂ. 1938 છે, જ્યારે માઇકોફેનોલેટ મોફેટિલની કિંમત પ્રતિ ટેબલેટ રૂ. 131.58 નક્કી કરવામાં આવી છે. બેક્ટેરિયાના સંક્રમણની સારવાર માટે ઉપયોગી એબોટ હેલ્થકેરની ક્લેરિથ્રોમાયસિન એક્સટેન્ડેડ રિલીઝ ટેબલેટની કિંમત હવે રૂ. 71.71 પ્રતિ ટેબલેટ છે.

Advertisement

આ વર્ષે ફેબ્રુઆરીમાં જ નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)એ દવા ઉત્પાદકોને આદેશ આપ્યો હતો કે તેઓ ડીલર્સ, સ્ટેટ ડ્રગ કન્ટ્રોલર અને રાજ્ય સરકારને દવાઓની ભાવ યાદી જાહેર કરે. હવે સરકારે 42 એવી દવાઓના ભાવ ફિક્સ કરી દીધા છે, જેનો ઉપયોગ સામાન્ય સારવાર ઉપરાંત ખાસ કરીને ટ્રાન્સપ્લાન્ટના કેસોમાં થાય છે. ટ્રાન્સપ્લાન્ટ કરાયેલ અંગ શરીર સાથે સુસંગત ન થાય ત્યારે તે અવસ્થાનો સામનો કરવા માટે વપરાતી દવાઓનો પણ આ યાદીમાં સમાવેશ છે.

સરકારના આદેશ મુજબ આ દવાઓના ફિક્સ કરાયેલા ભાવ લોકોને સ્પષ્ટ રીતે દેખાય તે રીતે છાપીને લગાવવાનું રહેશે. એનપિપીએના અગાઉના આદેશ મુજબ પણ તમામ રિટેલર્સ અને ડીલર્સે ભાવની યાદી તથા પૂરક ભાવ યાદી (જો હોય તો) દુકાન અથવા યોગ્ય સ્થળે લોકોને વાંચી શકાય તે રીતે લગાવવી ફરજીયાત છે. બેક્ટેરિયાના સંક્રમણની સારવાર માટે ઉપયોગમાં લેવાતી એબોટ હેલ્થકેરની ક્લેરિથ્રોમાઇસિન એક્સટેંડેડ રિલીઝ ટેબલેટની કિમત હવે 71.71 રૂપિયા પ્રતિ ટેબલેટ છે. આ વર્ષે જ ફેબુ્રઆરી મહિનામાં નેશનલ ફાર્માસિયુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી કે જે દવાઓના ભાવ પર કન્ટ્રોલ ધરાવે છે તેણે ઉત્પાદકોને આદેશ આપ્યો હતો કે તેઓ ડીલર્સ, સ્ટેટ ડ્રગ કન્ટ્રોલર, રાજ્ય સરકારને ભાવની યાદી જાહેર કરે.

Advertisement

Advertisement
Tags :
Advertisement