For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં 100 કિલો સોનું પકડાયાનો મામલો, આરોપી ડબ્બા ટ્રેડિંગથી કરોડો કમાયો હતો

05:04 PM Mar 18, 2025 IST | revoi editor
અમદાવાદમાં 100 કિલો સોનું પકડાયાનો મામલો  આરોપી ડબ્બા ટ્રેડિંગથી કરોડો કમાયો હતો
Advertisement
  • કરોડો રૂપિયાના કાળા કારોબારની તપાસ મુંબઈ સુધી લંબાવાઈ
  • આરોપીએ સોનું અને રોકડ નાણા સંતાડવા પાલડીમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો
  • DRIના અધિકારીઓ 5 દિવસથી ફેરિયાના સ્વાંગમાં ફ્લેટ પર નજર રાખતા હતા

અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા એક ફ્લેટ પર એટીએસ અને ડીઆરઆઈના અધિકારીઓએ દરોડો પાડીને અંદાજે 100 કિલો સોનું અને 60 લાખથી વધુની રોકડ જપ્ત કરી હતી, આ બનાવમાં બન્ને એજન્સીના અધિકારીઓ કાળા નાણાના કારોબારના મુળ સુધી પહોંચવા તપાસ કરી રહ્યા છે. તપાસ મુંબઈ સુધી લંબાવાઈ છે. મૂળ અમદાવાદનો અને મુંબઈમાં રહેતો અને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલો મેઘ શાહ નામના યુવકે ડબ્બા ટ્રેડિંગના માધ્યમથી મેળવેલાં નાણાંમાંથી સોનું ખરીદીને સંતાડવા માટે અમદાવાદમાં ફ્લેટ ભાડે રાખ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યુ છે.

Advertisement

અમદાવાદ એટીએસના સૂત્રોના કહેવા મુજબ હર્ષદ મહેતાની માફક શેરબજારમાં નાની સ્ક્રિપ્ટનો અપડાઉન કરતો મેઘ શાહ ઘણા વખતથી સેન્ટ્રલ એજન્સીઓના રડારમાં આવ્યો હતો. એજન્સીઓની તપાસ બાદ બાતમી મળતા અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટમાં દરોડો પાડી અંદાજિત 84 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ફ્લેટમાંથી 100  કિલો સોનાનો જથ્થો પકડાતા તેનું વજન કરવા માટે વજન કાંટા મંગાવવામાં આવ્યા હતા. જ્યારે નોટો ગણવા માટે મશીન લાવવા પડ્યા હતા. મોડી રાત સુધી અધિકારીઓએ સ્ટોકની ગણતરી ચાલુ રાખી હતી. આરોપી મહેન્દ્ર શાહ અને મેઘ શાહે આ ફ્લેટ ક્યારે ભાડે રાખ્યો અને કેટલા સમયમાં ક્યાંથી કેટલું સોનું અને રોકડની હેરાફેરી કરી છે તેની વિગતો જાણવાની હજુ બાકી છે. જપ્ત કરાયેલું મોટાભાગનું સોનું છેલ્લા 1 વર્ષમાં જ ખરીદવામાં આવ્યું હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. ફ્લેટમાં એક તિજોરીમાંથી કરોડોના વ્યવહારોની કાચી એન્ટ્રીઓ પણ મળી છે.

ડીઆરઆઈના સૂત્રોના કહેવા મુજબ આ સમગ્ર મામલામાં મેઘ શાહનું નામ સામે આવ્યું છે. કાળા નાણાના કારોબારનું કનેક્શન પણ મુંબઈ સુધી લંબાયું છે. મેઘ શાહ મુંબઈમાં રહેતો હતો અને ડબ્બા ટ્રેડિંગનો 'બેતાજ બાદશાહ' કહેવાય છે. ગુજરાતના કેટલાક ડબ્બા ટ્રેડર પણ તેની સાથે કનેક્ટ હોવાની આશંકા છે. પરંતુ તેણે શેરબજારમાં નાની સ્ક્રિપ્ટને અપડાઉન કરીને અનેક લોકોના રૂપિયા ચાંઉ કર્યા હોવાની વિગતો મળી છે. તપાસ એજન્સીને મેઘ શાહના કાળા કારોબાર સામે નજર હતી. તેના કેટલાક શંકાસ્પદ કોલ અને પાલડીના એક એડ્રેસનો સતત સ્કેનિંગમાં આવતા આખો ભાંડો સેન્ટ્રલ એજન્સી અને ગુજરાત એટીએસએ ફોડી નાખ્યો હતો. બાતમીને આધારે ડીઆરઆઈના અધિકારીઓ ફેરિયાના સ્વાંગમાં ફ્લેટ પર વોચ રાખતા હતા. છેલ્લા પાંચ દિવસથી ડીઆરઆઈના અધિકારીઓની ટુકડી ગોઠવાઈ ગઈ હતી. કયા સમયે કોણ કોણ આવે છે અને કયા વાહનમાં આવે છે તેની દિવસ-રાત ચોક્સાઈથી નોંધ કરવામાં આવી હતી. કેટલીક વ્યક્તિઓ ફ્લેટ બંધ હોવા છતાં લગભગ રોજ બેગો લઈને અવર-જવર કરતી હતી. ગુપ્ત રાહે કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે, મહેન્દ્ર શાહ અને મેઘ શાહ કરોડોના આસામી હોવા છતાં પાલડીમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો. ડબ્બા ટ્રેડિંગ તેમજ મની લોન્ડરિંગના પૈસાથી સોનું લવાયું હોવાનું પ્રાથમિક તારણ છે.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી મેઘ શાહ મુંબઈમાં રહે છે અને તે વર્ષોથી ડબ્બા ટ્રેડિંગ સાથે કનેક્ટેડ છે અનેક સ્ક્રિપ્ટ ડાઉન કરવા કે પછી અપ લઈ જવા માટે તે મોટો ખેલાડી માનવામાં આવતો હતો. તેણે આવી રીતે અનેક સ્ક્રિપ્ટમાં કરોડો રૂપિયા ભેગા કર્યા હતા અને તે તમામ ટ્રેડિંગ મોટાભાગે કરાવતો હતો.

Advertisement
Tags :
Advertisement