For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં પૂરફાટ ઝડપે વાહનો ચલાવનારા સામે ઝૂંબેશ, 4125 ચાલકોને 95 લાખ દંડ કરાયો

04:59 PM Jul 09, 2025 IST | revoi editor
રાજકોટમાં પૂરફાટ ઝડપે વાહનો ચલાવનારા સામે ઝૂંબેશ  4125 ચાલકોને 95 લાખ દંડ કરાયો
Advertisement
  • ટ્રાફિક પોલીસ દ્વારા સ્પિડગનથી ઓવરસ્પિડિંગનો મેમો ફોટા સાથે અપાય છે,
  • પ્રથમ મેમો 2000 અને ત્યારબાદ 3000નો ઇ-મેમો આવશે,
  • રાજકોટ પોલીસને 20 સ્પીડગન ફાળવાઈ

રાજકોટઃ શહેરમાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. મોટાભાગના અકસ્માતો ઓવરસ્પિડને લીધે થતાં હોય છે. શહેરમાં જે માર્ગો પર સ્પિડ લિમિટ નક્કી કરી હોય તેના કરતા બમણી સ્પિડમાં વાહનો દોડાવવામાં આવતા હોય છે. ત્યારે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સ્પીડગનથી વાહનોની ગતિ નક્કી કરીને મેમો આપવામાં આવી રહ્યા છે. રાજકોટ શહેર પોલીસને કુલ 20 સ્પીડગન ફાળવવામાં આવી છે. છેલ્લા એક મહિનામાં માત્ર શહેરમાં જ લિમિટ કરતાં વધુ સ્પીડથી વાહન ચલાવતા હોય તેવા 4,125 ચાલકોને મેમો ફટકારીને  કુલ 95.45 લાખનો દંડ કરવામાં આવ્યો છે. પ્રથમ મેમો 2000 અને ત્યારબાદ 3000નો ઇ-મેમો આવશે

Advertisement

રાજકોટ શહેર પોલીસ સ્પીડગનની મદદથી શહેરભરમાં પૂરપાટ ઝડપે વાહન ચલાવતા ચાલકો સામે ઓવરસ્પીડિંગના કેસ કરી રહી છે. એમાં પ્રથમ વખત રૂ. 2000 અને ત્યાર બાદ રૂ. 3000નો ઈ-મેમો મોકલી આપવામાં આવે છે. જે 90 દિવસમાં ભરવાનો રહે છે અને જો ચાલક ભરપાઈ ન કરે તો કોર્ટ દ્વારા વસૂલાત કરવામાં આવે છે. શહેર પોલીસ દ્વારા છેલ્લા એક મહિનામાં ઓવર સ્પીડથી વાહન ચલાવતા હોય તેવા 4,125 ચાલક સામે સ્પીડગન મારફત મેમો તૈયાર કરી કુલ 95.45 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

રાજકોટ શહેર પોલીસ દ્વારા માત્ર ઇન્ટરસેપ્ટર વાહનમાં હાઈવે ઉપર પૂરપાટ ઝડપે જતા વાહનચાલકો સામે ઓવરસ્પીડિંગ કેસ કરવામાં આવતા હતા, પરંતુ હવે રાજકોટ શહેર પોલીસને વધુ 20 સ્પીડગન ફાળવવામાં આવતાં શહેરમાં સ્પીડ લિમિટ કરતાં વધુ ઝડપે કોઈ વાહન ચલાવવામાં આવે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી છેલ્લા એક મહિનાથી શરૂ કરવામાં આવી છે. શહેરમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે. જે સ્પીડ લિમિટ નક્કી કર્યા કરતાં વધુ સ્પીડથી કોઈ વાહન ત્યાંથી પસાર થાય તો ઓટોમેટિક તેની સ્પીડ સ્પીડગનમાં કેપ્ચર થઈ જાય છે. શહેરના કાલાવડ રોડ પર આવેલા ડબલ ડેકર બ્રિજની સ્પીડ લિમિટ 30 નક્કી કરવામાં આવી છે, માટે ત્યાં આગળ પોલીસ દ્વારા 35ની સ્પીડ લિમિટ સ્પીડગનમાં સેટ કરી દેવામાં આવી છે, જોકે હવે કોઈ વાહન 35 કરતાં વધુ સ્પીડથી પસાર થાય તો એની સ્પીડ ઓટોમેટિક સ્પીડગનમાં કેપ્ચર થઈ જાય છે. આ કેપ્ચર થયેલી સ્પીડ કેટલી છે એ પણ દર્શાવવામાં આવે છે અને એની તસવીર પણ કેપ્ચર થઈ જતી હોય છે, જેના મારફત ઇ-મેમો મોકલવામાં આવતો હોય છે. પ્રથમ મેમો 2000 અને ત્યારબાદ 3000નો ઇ-મેમો આવશે

Advertisement

Advertisement
Tags :
Advertisement