હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

મુળી તાલુકામાં ખનીજ ચોરી સામે ઝૂંબેશ, 7 ઓવરલોડ ડમ્પર સહિત 2.80 કરોડનો મુદ્દામાલ જપ્ત

06:20 PM Jul 17, 2025 IST | Vinayak Barot
Advertisement

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં બેરોકટોક ખનીજની ચોરી થઈ રહી છે. ત્યારે મુળી તાલુકામાં ગેરકાયદે ખનિજ પરિવહન કરતા કડક કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને મામલતદાર મુળીની સંયુક્ત ટીમે જસાપર ગામ અને ગોદાવરી રોડ પરથી કાર્યવાહી કરી છે. ટીમે રોયલ્ટી વગરના અને ઓવરલોડ બ્લેક ટ્રેપ (કપચી) ભરેલા 7 ડમ્પર જપ્ત કર્યા છે.

Advertisement

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજચોરી ભેરોકટોક થઈ રહી છે. તંત્ર દ્વારા અવાર-નવાર દરોડો પાડવામાં આવે છે. પણ ખનીજ ચોરી અટકતી નથી ત્યારે નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને મામલતદાર મુળીની સંયુક્ત ટીમે જસાપર ગામ અને ગોદાવરી રોડ પરથી કાર્યવાહી કરી છે. ટીમે રોયલ્ટી વગરના અને ઓવરલોડ બ્લેક ટ્રેપ (કપચી) ભરેલા 7 ડમ્પર જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા વાહનોમાં GJ 38 TA 5961, GJ 13 AT 1076, GJ 13 AW 5300, GJ 13 AW 6800, GJ 24 X 1905, GJ 38 TA 3591 અને RJ 25 GA 7621 નંબરના ડમ્પરનો સમાવેશ થાય છે. આ તમામ વાહનોની કિંમત રૂપિયા 2.80 કરોડ આંકવામાં આવી છે. વાહનોને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યા છે.

સૂત્રોના કહેવા મુજબ  પકડાયેલા ડમ્પરના માલિકોમાં વિરમગામના પોગાણ ગામના મુન્નાભાઈ માધાભાઇ જાદવ, સાયલાના ભગીરથસિંહ આર સિંધવ, સાયલાના રાજેન્દ્રસિંહ નારાયણસિંહ પઢિયાર, ભરતભાઈ વસાભાઇ ભરવાડ, સતીષભાઈ ડી ગોહિલ અને મુન્નાભાઈનો સમાવેશ થાય છે. તમામ માલિકો સામે ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઈનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ 2017 અંતર્ગત કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Advertisement

 

Advertisement
Tags :
7 overloaded dumpers seizedAajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSmineral theftMota BanavMuli talukaNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article