કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાજભવન ખાતે રાજ્યપાલની શુભેચ્છા મુલાકાત લીધી
ગાંધીનગરઃ ગાંધીનગર રાજભવન ખાતે માન. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાજ્યાપાલએ મંત્રીનું સ્વાગત તેમજ સાલ ઓઢાડી સમ્માન કર્યુ હતું.
રાજ્યપાલએ આ મુલાકાત દરમ્યાન જણાવ્યું કે, માન.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમો થઈ રહ્યા છે. આવા અભિયાનોથી પ્રકૃતિનું જતન અને સંવર્ધન થઈ રહ્યુ છે જે આવનારી પેઢી માટે અંત્યત જરૂરી છે. મંત્રીએ વન અને પર્યાવરણ વિભાગ હેઠળની વિવિધ યોજનાઓ તેમજ આગામી સમયમાં ગુજરાતનું ગ્રીન કવર વધુને વધુ વિસ્તરે તેવા આયોજનો અને નવા અભિગમો વિશે માહિતી આપી હતી. રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિ દ્વારા થતા ફાયદાઓ ગણાવી જમીન, જળ અને પર્યાવરણના સંરક્ષણના પ્રયાસોને વધુને વધુ પ્રોત્સાહન આપવા પર ભાર મુક્યો હતો.