કરોડોની કૌભાંડ કેસમાં BZ ગ્રુપના સંચાલક ભુપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન માટે અરજી કરી
અમદાવાદઃ સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતના પોંઝી સ્કીમ ચલાવી 6 હજાર કરોડના કૌભાંડ આચરનાર BZ ગ્રુપ સામે CID ક્રાઇમે સંકજો કસ્યો છે. CID ક્રાઇમે તપાસ કરી 7આરોપીઓની ધરપકડ કરીને રોકાણ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં કરી રહી છે. બીજી તરફ મુખ્ય સૂત્રધાર અને બીઝેડ ગ્રુપના સંચાલક ભુપેન્દ્રસિંહ ઝાલા વોન્ટેડ જારી કરવામાં આવ્યો છે. આ ગ્રુપના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ઝાલાએ પોલીસ ધરપકડથી બચવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી છે.
અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન માટે જે અરજી કરી
આ મામલે ગ્રામ્ય કોર્ટે તપાસ અધિકારી અને સરકારી વકીલને નોટિસ પાઠવીને 6 ડિસેમ્બરના રોજ સુનાવણી મુલતવી રાખી છે. મહત્વનું છે કે 6 ડિસેમ્બરના રોજ તપાસ અધિકારી આરોપીની જામીન અરજી સામે એફિડેવિટ ફાઇલ કરશે. ભુપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન માટે જે અરજી કરી છે.
CID ક્રાઇમની ટીમ વધુ તપાસ કરી રહી છે
તો મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા ગ્રોમોર ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી તરીકે હોવાની વિગતો સામે આવી છે. હાલમાં તમામ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી આશરે રૂપિયા દોઢ કરોડ જેટલી રકમ ફ્રીઝ કરી CID ક્રાઇમની ટીમ વધુ તપાસ કરી રહી છે.