હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

પહેલગાંવ કૃત્યનો મક્કમતાથી બદલો લઈ દુનિયાને એકતાની તાકાત બતાવી છેઃ રાજ્યપાલ

06:31 PM May 20, 2025 IST | revoi editor
Advertisement

 ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના પહેલગાંવમાં થયેલા અમાનવીય કૃત્યનો આપણે મક્કમતાથી બદલો લીધો છે અને સમગ્ર દુનિયાને આપણી એકતાની તાકાત બતાવી છે. આ એટલે થઈ શક્યું કે, ભારતમાં વસનારા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇશાઈ, જૈન, બૌદ્ધ, પારસી સહિત તમામ ધર્મ અને જાતિના લોકો માતૃભૂમિ માટે સમર્પિત છે. દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિ અને ત્રણેય સેનાની વીરતાના પરિણામે દેશના દુશ્મનો ગણતરીના સમયમાં ઘૂંટણીયે પડી ગયા હતા.

Advertisement

રાજભવન ખાતે ગોવા, સિક્કિમ અને મહારાષ્ટ્ર રાજ્યના સ્થાપના દિવસની ભવ્ય  ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના આમંત્રણ પર આ કાર્યક્રમમાં પધારેલા ગોવા, સિક્કિમ અને મહારાષ્ટ્રના ગુજરાતમાં વસતા લોકોને આવકારીને  તેમનું સ્વાગત કર્યું હતું તથા સ્થાપના દિવસ માટે અભિનંદન પાઠવ્યા હતા.

'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની વિભાવનાથી રાજભવનમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આપણા વિશાળ દેશના ભિન્ન પહેરવેશ, બોલી, રિતરીવાજો, ખાન-પાન અને સંસ્કૃતિથી લોકો પરસ્પર પરિચિત થાય તેમજ વિભિન્ન રાજ્યના લોકો એકબીજાને મળે, એકબીજાની સંસ્કૃતિને સમજે અને આ માધ્યમથી દેશની એકતા વધુ મજબૂત થાય તેવા આશયથી દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી  અમિતભાઈ શાહની પહેલથી દેશના તમામ રાજભવનોમાં વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

Advertisement

રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ ઉમેર્યું કે, ગુજરાતની પાવન ધરાના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલે સ્વતંત્ર ભારતના દેશી રજવાડાઓને એકતાના તાંતણે બાંધીને દેશને એક પરિવારનું સ્વરૂપ આપ્યું હતું. કોઈ પણ રાજ્યના આપણા રાજ્યમાં વસતા અને સેવા આપતા લોકો આપણા જ રાજ્યનો હિસ્સો છે. આપણે સૌ એક પરિવારના સભ્યો છીએ. આપણે એકબીજાના સહયોગી બનીએ, એકબીજાથી પરિચય કેળવીએ અને એકબીજાને આગળ વધવામાં મદદ કરીએ તે જ આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ છે. આ કાર્યક્રમમાં ગોવા,  સિક્કિમ અને મહારાષ્ટ્ર તથા ગુજરાતના યુવા કલાકારો દ્વારા સાંસ્કૃતિક નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ અવસરે રાજયપાલના હસ્તે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરનાર કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી, રાજયપાલના અગ્ર સચિવ  અશોક શર્મા, એન્ટીકરપ્શન બ્યુરો અમદાવાદના અધિક નિયામક  બિપિન આહિરે, ઇન્ટેલિજન્સ બ્યુરો ગાંધીનગરના પોલીસ અધિક્ષક  મયુર પાટીલ, સુરક્ષા દળોના ઉચ્ચ અધિકારીઓ તેમજ ગુજરાતમાં વસતા ગોવા, સિક્કિમ અને મહારાષ્ટ્રના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiFoundation Day celebratedGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMaharashtra-Goa and SikkimMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsRaj BhavanSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article