2024ની બેચના IFS અધિકારીઓ દ્વારા ગુજરાત સરકારના ફોરેસ્ટ વિભાગના હેડ PCCF એ. પી. સિંહ સાથે મુલાકાત
અમદાવાદઃ ગુજરાત રાજ્ય ફોરેસ્ટ વિભાગના વડામથક ' અરણ્ય ભવન, ગાંધીનગર ' ખાતે ઇન્દિરા ગાંધી નેશનલ ફોરેસ્ટ એકેડમી,દેહરાદૂન ખાતે તાલીમ લઈ રહેલા 2024ની બેચના IFS અધિકારીઓ દ્વારા ગુજરાત સરકાર ફોરેસ્ટ વિભાગના હેડ PCCF એ. પી. સિંહની સાથે મુલાકાત તેમજ મિટિંગ કરવામાં આવી હતી.
આ મિટિંગમાં APCCF કક્ષાના કે. એસ રંધાવા, એસ. કે. શ્રીવાસ્તવ, રમણ મૂર્તિ તેમજ અન્ય સિનિયર અધિકારીઓ હાજર રહ્યા અને ફોરેસ્ટ એકેડમી તરફથી ગુજરાતના કેયુર ભોજ, IFS અને મયુર બારોટ,IFS તેમજ રાજ પટોળીયા, IFS અધિકારીઓ એ પ્રતિનિધિત્વ કર્યું હતું. આ હાલ ટ્રેનિંગ લઈ રહેલા IFS અધિકારીઓ તેમની ટ્રેનિંગના ભાગ રૂપે પશ્ચિમ ભારતની મુલાકાતે છે જેમાં તેઓ મહારાષ્ટ્ર ની મુલાકાત પછી ગુજરાત પધારેલ છે જ્યાં આજે તેમણે સાબરમતી આશ્રમ, પુનિત વન અને વન કવચની પણ મુલાકાત લીધેલી જ્યાં ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા તેમને આવકારવામાં આવ્યા અને વિભાગ દ્વારા વન પ્રશાસન અંગે માહિતી આપવામાં આવી હતી.