For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘું પડશે, મ્યુનિ. અને ઔડાએ ડેવલપમેન્ટ ચાર્જમાં વધારો કર્યો

04:28 PM Jun 18, 2025 IST | revoi editor
અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘું પડશે  મ્યુનિ  અને ઔડાએ ડેવલપમેન્ટ ચાર્જમાં વધારો કર્યો
Advertisement
  • અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને ડેવલપમેન્ટ ચાર્જમાં 10 ટકાનો વધારો સુચવ્યો,
  • ઔડાએ પણ વિકાસ ચાર્જમાં 10 ટકાનો વધારો કર્યો,
  • સરકારની મંજુરી મળ્યા બાદ અમલ શરૂ કરાશે

અમદાવાદઃ શહેરના રિયલ એસ્ટેટમાં હાલ મંદી ચાલી રહી છે. સામાન્ય ફ્લેટની કિંમત લાખો રૂપિયા હોવાથી મધ્યમ વર્ગને માટે ઘર ખરીદવું દોહ્યલુ બન્યુ છે. ત્યારે હવે ઘર ખરીદવું વધું મોંઘું પડશે. કારણ કે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન અને ઔડાએ ડેવલપમેન્ટ ચાર્જમાં 10 ટકાનો વધારો સુચવ્યો છે.તેથી હવે ઘર, મકાન કે ઓફિસ લેવી મોંઘી પડશે.

Advertisement

અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) દ્વારા 40 વર્ષ બાદ સૌપ્રથમ વખત જમીન- બાંધકામના ઉપયોગ પર લેવાતો ડેવલોપમેન્ટ ચાર્જ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલે મળેલી ઔડાની બોર્ડ બેઠકમાં રહેણાંક, બિન રહેણાંક અને અન્ય હેતુ માટે જમીન અને બાંધકામ ઉપર લેવાતા ડેવલોપમેન્ટ ચાર્જમાં 10 ગણો વધારો કરવાનો નિર્ણય લઈને સૂચિત વધારા સાથે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા દરખાસ્ત મંજૂર કરવામાં આવતા અમદાવાદ શહેરમાં જેટલા પણ બાંધકામો છે તેમાં નવા ડેવલોપમેન્ટ ચાર્જ લાગુ થશે.

જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ હેઠળ આવતા વિસ્તારમાં જ્યારે કોઈપણ બિલ્ડર કે ડેવલપર દ્વારા બાંધકામ યોજના મંજુર કરવા માટે મુકશે તેમાં ડેવલપમેન્ટ ચાર્જ ભરવાનો આવતો હોય છે. જેમાં 10 ગણો વધારો કરી હવેથી પ્રતિ ચોરસ મીટર લેખે 25 રૂપિયાથી લઈને 75 રૂપિયા સુધીનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. જમીન અને બાંધકામ બંને માટે અલગ અલગ દર નક્કી કરવામાં આવ્યા છે. અત્યાર સુધી પ્રતિ ચોરસ મીટર લેખે 4થી લઈને 15 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવતો હતો. જેમાં 10 ગણો જેટલો વધારો કરવામાં આવ્યો છે. 40 વર્ષથી વધુ સમય બાદ આ ડેવલોપમેન્ટ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે.

Advertisement

બાંધકામોના ડેવલોપમેન્ટ ચાર્જમાં વધારો થવાથી  બિલ્ડીંગ પ્રોજેક્ટ મોંઘા બનશે. જેના કારણે પ્રોપર્ટીના ભાવોમાં વધારો થશે. ડેવલોપમેન્ટ ચાર્જમાં વધારો કરવાની દરખાસ્ત ઔડા દ્વારા મૂકવામાં આવી છે જે સમગ્ર અમદાવાદ શહેરમાં લાગુ પડશે. આગામી દિવસોમાં જંત્રી દરમાં પણ વધારો કરવા અંગેનો નિર્ણય લેવામાં આવશે અને જો રાજ્ય સરકાર ઔડા દ્વારા ડેવલોપમેન્ટ ચાર્જમાં પણ વધારો કરશે જેના કારણે થઈને પ્રોપર્ટીના ભાવોમાં ખૂબ વધારો થશે. અમદાવાદ શહેરની આસપાસ આવેલા બિલ્ડીંગ પ્રોજેક્ટ અને જમીનના ભાવો વધી જશે. જેથી લોકોને ઘરનું ઘર લેવું એક સપનું પણ બની જશે. ભૂતકાળમાં સાત વર્ષ પહેલા ઔડા દ્વારા ડેવલપમેન્ટ ચાર્જ વધારે સૂચવવામાં આવ્યો હતો પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવાયો નહોતો.

Advertisement
Tags :
Advertisement