હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

Breaking News: ભારતનો જીડીપી દર 8.2 ટકા નોંધાયો

05:34 PM Nov 28, 2025 IST | revoi editor
Advertisement

નવી દિલ્હી, 28 નવેમ્બર, 2025 Breaking News: India's GDP growth rate recorded at 8.2 percent વર્ષ 2025-26ના બીજા ત્રિમાસિક ગાળામાં દેશના જીડીપી દરમાં જંગી ઉછાળો જોવા મળ્યો છે. આ દર 8.2 ટકા રહેવાની સંભાવના છે, જે ગત વર્ષે આ ગાળામાં 5.6 ટકા હતો.

Advertisement

ભારતના અર્થતંત્ર માટે વધુ એક વખત મોટા સમાચાર આવ્યા છે. અમેરિકી ટેરિફ અને વિરોધપક્ષોની ટીકાઓ વચ્ચે પણ ભારતે તેની આર્થિક પ્રગતિની બરાબર જાળવી રાખી છે એટલું જ નહીં પરંતુ તેમાં વધારે ગતિ આવી રહી હોય એવું દેખાય છે.
આજે 28 નવેમ્બરે સરકાર દ્વારા જારી આંકડા અનુસાર, ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં 8.2ના ઉચ્ચતર સ્તરે પહોંચ્યું છે. ગત ત્રિમાસિક ગાળામાં દેશનો જીડીપી દર 7.8 ટકા નોંધાયો હતો.

 

Advertisement

આ અગાઉ આર્થિક નિષ્ણાતોએ બીજા ત્રિમાસિક ગાળામાં દેશના આર્થિક વૃદ્ધિદર 7 ટકાથી 7.5 ટકા રહેવાની ધારણા વ્યક્ત કરી હતી. પરંતુ આજે જે આંકડા આવ્યા છે તેણે તમામ ધારણાઓને ધ્વસ્ત કરી દીધી છે.

નેશનલ સ્ટેટેસ્ટિક્સ (એનએસઓ) અનુસાર સ્થિર કિમત ઉપર વાસ્તવિક જીડીપી આ ત્રિમાસિક ગાળામાં 48.63 લાખ કરોડ ઉપર પહોંચી છે, જે ગત વર્ષે 44.94 લાખ કરોડ હતી.
મેન્યુફેક્ચરિંગનો વૃદ્ધિ દર 9.1 ટકા અને કંસ્ટ્રક્શનનો વૃદ્ધિ દર 7.2 ટકા છે. ત્રીજા ક્ષેત્રે ફાઇનેશિયલ, રિયલ એસ્ટેટ અને પ્રોફેશનલ સર્વિસમાં 10.2 ટકાની વૃદ્ધિ થઈ છે. સરકારી આંકડા અનુસાર કૃષિ ક્ષેત્રનો વિકાસ દર 3.5 ટકા રહ્યો છે.

નાણાકીય વર્ષ 26ના બીજા ત્રિમાસિક ગાળામાં ખાનગી પીએફસીઈમાં 7.9 ટકાની વૃદ્ધિ થઈ છે. ગત નાણાકીય વર્ષના આ ગાળામાં 6.4 ટકાનો વધારો થયો હતો. ચાલુ નાણાકીય વર્ષ કે સપ્ટેમ્બરમાં સરકારી અંતિમ ઉપભોગ વ્યય (જીએફસી) માં 2.7 ટકાની ગણતરી જોવા મળે છે. છેલ્લા નાણાકીય વર્ષના આ ગાળામાં તે 4.3 ટકા વૃદ્ધિ હતી.

ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળામાં આયાતમાં 12.8 ટકાનો વધારો થયો છે, જે છેલ્લા નાણાકીય વર્ષમાં સમાન સમયગાળામાં એક ટકાનો દર વધ્યો છે.

રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષના યુવાઓ માટે “સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ”નું વિશેષ આયોજન

Advertisement
Tags :
Business newseconomy newsgdpIndia GDPIndian Economyviral news
Advertisement
Next Article