For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

શિયાળામાં ઠંડી ગાયબ? જાણો ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન કેવું રહેશે?

02:33 PM Nov 26, 2025 IST | revoi editor
શિયાળામાં ઠંડી ગાયબ  જાણો ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન કેવું રહેશે
Advertisement

અમદાવાદ, 26 નવેમ્બર: Know what the temperature will be in Gujarat? ગુજરાતમાં મંગળવારથી જાણે શિયાળો ગાયબ થઈ ગયો છે. સોમવાર સુધી ખાસ કરીને રાત્રિના સમયે સામાન્ય ઠંડીનો અહેસાસ કરાવતો શિયાળો મંગળવારે રાત્રે જાણે એકાએક ગાયબ થઈ ગયો હતો.

Advertisement

ગયા અઠવાડિયા સુધી રાજ્યમાં ઠંડી વધશે એવી આગાહી કરનાર હવામાન વિભાગ છેલ્લા બે દિવસથી જે આંકડા આપી રહ્યું છે તે ઠંડીમેં ભી ગરમી કા એહસાસ જેવું છે. ભારતીય હવામાન વિભાગની વેબસાઈટ અનુસાર હજુ આગામી થોડા દિવસ સુધી ગુજરાતમાં રાત્રિનું તાપમાન 18 ડિગ્રી કરતાં વધુ રહેશે. જેનો સીધો અર્થ એ છે કે, શિયાળાની ઠંડીનો અહેસાસ થશે નહીં. જોકે, કચ્છના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) ના મંગળવાર સાંજના હવામાન અહેવાલ મુજબ, ગુજરાતભરમાં રાત્રિનું તાપમાન સતત વધી રહ્યું છે. રાજ્યના ઘણાં શહેરોમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતા વધુ નોંધાયું છે.

Advertisement

અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૮.૩°C નોંધાયું છે, જે સામાન્ય કરતા ૨.૩°C વધુ છે, જે રાત્રિના તાપમાનને સામાન્ય કરતા વધુ ગરમ દર્શાવે છે. વડોદરામાં પણ આ જ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળ્યો, જેમાં ૧૯.૮°C, જે સામાન્ય કરતા ૩.૦°C વધુ છે. સુરત (૨૦.૨°C, +૧.૩°C) અને ભાવનગર (૧૯.૦°C, +૧.૧°C) જેવા દરિયાકાંઠાના શહેરોએ રાત્રિના તાપમાનમાં સતત વધારો દર્શાવ્યો છે.

તેનાથી વિપરીત, ભુજ (૧૫.૪°C, -૦.૭°C), દ્વારકા (૧૯.૪°C, -૧.૧°C), અને પોરબંદર (૧૬.૪°C, -૧.૫°C) જેવા કેટલાક સ્થળોએ લઘુતમ તાપમાન સામાન્ય કરતા થોડું ઓછું નોંધાયું છે, જોકે રાત્રિ સામાન્ય રીતે હળવી રહે છે - નવેમ્બરના અંતમાં તે ઠંડી નથી.

સૌરાષ્ટ્રમાં રાજકોટમાં ૧૫.૦°C તાપમાન નોંધાયું હતું, જે હજુ પણ સામાન્ય કરતાં ૨.૨°C ઓછું છે, જ્યારે દિવસનું તાપમાન ૩૨.૬°C પર સ્થિર રહ્યું છે.

રાજ્યનું સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું જે અગાઉ ૧૦ ડિગ્રીથી નીચે ગયું હતું, ત્યાં પણ પારામાં વધારો જોવા મળી રહ્યો છે, લઘુતમ તાપમાન હવે ૧૨°C પર પહોંચી ગયું છે.

Advertisement
Tags :
Advertisement