For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

હિરણ-2 ડેમની પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ, વેરાવળ-સોમનાથમાં પાણી વિતરણ ઠપ્પ

04:53 PM Apr 15, 2025 IST | revoi editor
હિરણ 2 ડેમની પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ  વેરાવળ સોમનાથમાં પાણી વિતરણ ઠપ્પ
Advertisement
  • પાણી પુરવઠા વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રિપેરિંગ શરૂ કરાયુ
  • 700 MMની GRP મેઈન લાઈનમાં ઓવરબ્લોકને લીધે બ્લાસ્ટ થયો
  • હીરણ ડેમથી પાણી પુરવઠો બંધ કરાયો

વેરાવળઃ હિરણ-2 ડેમમાંથી પાઈપલાઈન દ્વારા વેરાવળ અને સોમનાથને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે, ડેમમાંથી વેરાવળ સુધી આવતી મુખ્ય પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા પાણી નદીની જેમ વહેવા લાગ્યું હતું. તેથી પાણી પુરવઠા વિભાગે પાઈપલાઈન મરામતની કામગીરી હાથ ધરી છે. અને ડેમમાંથી મુખ્ય પાઈપલાઈનમાં જતો પાણીનો પ્રવાહ બંધ કરાયો છે. તેથી વેરાવળ અને સોમનાથ વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે.

Advertisement

વેરાવળ નગરપાલિકા વોટર વર્ક્સ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે 15 માર્ચ 2025ના રોજ સવારે 7 વાગ્યે આ ઘટના બની હતી. હિરણ-2 ડેમથી આવતી 700 મિમીની જીઆરપી મેન લાઈનમાં તાલાલા ચોકડી નજીક ઓવરબ્રિજ પાસે ઓવર બ્લોકના કારણે બ્લાસ્ટ થયો હતો. આ ઘટનાને કારણે હિરણ-2 ડેમથી આવતો પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. આના પરિણામે વેરાવળ, ભિડિયા અને સોમનાથ વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા ઠપ થઈ ગઈ છે. પાણી પુરવઠા વિભાગે લાઈન રિપેરિંગ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે રિપેરિંગનું કામ પૂર્ણ થયા બાદ પાણી વિતરણ વ્યવસ્થા પૂર્વવત કરવામાં આવશે.

વેરાવળ અને સોમનાથમાં પાણી વિતરણ ખોરવાય જતાં ભર ઉનાળે લોકોને પાણીની સમસ્યા ઊભી થઈ છે. નગરપાલિકા દ્વારા હાલ ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પાણીની મુખ્ય પાઈલાઈનમાં જ્યાં ભંગાણ સર્જાયું હતું ત્યાં મરામતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. અને હવે રાબેતા મુજબ પાણીનો સપ્લાય આપવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement