હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમદાવાદના અમરાઈવાડીમાં મેપિંગ પ્રકિયાના વિરોધમાં BLOએ કર્યા ધરણાં

04:58 PM Nov 27, 2025 IST | Vinayak Barot
Advertisement

અમદાવાદઃ ગુજરાતભરમાં મતદાર યાદી સુધારણા (SIR)ની કામગીરી ચાલી રહી છે. જેમાં બીએલઓ તરીકે શિક્ષકો સહિત કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે. કામના અસહ્ય ભારણથી બીએલઓ કંટાળી ગયા છે. ત્યારે અમદાવાદ શહેરના અમરાઈવાડી વિધાનસભા ક્ષેત્રના 200થી વધુ બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) આજે ખોખરા ખાતેની કે. કે. શાસ્ત્રી કોલેજમાં ધરણા પર બેસી ગયા છે. આ કોલેજ અમરાઈવાડી વિધાનસભાનું સેન્ટર છે, જ્યાં BLO ફિલ્ડનું કામ પતાવીને ઓનલાઈન ડેટા અપલોડ કરવા આવે છે. BLO દ્વારા વિરોધનું મુખ્ય કારણ તેમને સોંપવામાં આવેલી 'મેપિંગ'ની જટિલ કામગીરી છે, જેને તેઓ અવ્યવહારુ ગણાવી રહ્યા છે.

Advertisement

શહેરના અમરાઈવાડી વિધાનસભા ક્ષેત્રના 200થી વધુ બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) આજે ખોખરા ખાતેની કે. કે. શાસ્ત્રી કોલેજમાં ધરણા પર બેસી ગયા હતા. આ કોલેજ અમરાઈવાડી વિધાનસભાનું સેન્ટર છે, જ્યાં BLOs ફિલ્ડનું કામ પતાવીને ઓનલાઈન ડેટા અપલોડ કરવા આવે છે. BLOs દ્વારા વિરોધનું મુખ્ય કારણ તેમને સોંપવામાં આવેલી 'મેપિંગ'ની જટિલ કામગીરી છે, જેને તેઓ અવ્યવહારુ ગણાવી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા શરૂઆતમાં બીએલઓ ફક્ત ASD (Absent, Shift, Death) મતદારોના ફોર્મ સબમિટ કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, હવે આ કામગીરીમાં મોટો ફેરફાર કરીને તેમને દરેક મતદારનું 'મેપિંગ' કરવાની સૂચના આપવામાં આવી છે. બીએલઓને મતદારો દ્વારા ભરવામાં આવેલા ફોર્મની નીચે, 2002ના એસઆઈઆર (Service Identity Register) પ્રમાણેની વિગતો ભરવાની હોય છે. મતદારો ફોર્મમાં માત્ર બેઝિક માહિતી ભરીને આપી દે છે, પરંતુ ફોર્મની નીચેની જટિલ 2002ની વિગતો હવે BLOએ જાતે ભરવાની છે.

બીએલઓનું  કહેવું છે કે, આ પ્રક્રિયા અત્યંત જટિલ છે. તેમને ચૂંટણીપંચની વેબસાઈટ પર જઈને ઓનલાઈન નામ શોધીને વિગતો ભરવાની હોય છે. આમાં સૌથી મોટી સમસ્યા આઈડેન્ટિફિકેશનની છે. જો કોઈ મતદાર પોતાના માતાનું નામ માત્ર 'કૈલાશબેન' લખાવે, તો BLO જ્યારે ઓનલાઈન ડેટામાં 'કૈલાશબેન' નામ સર્ચ કરે છે, ત્યારે તેમને અનેક સમાન નામો જોવા મળે છે. આવા સંજોગોમાં, ચોક્કસ વ્યક્તિની ઓળખ કરીને 2002ની વિગતો ફોર્મમાં ભરવી એ એક મોટો પડકાર છે.

Advertisement

ધરણા પર બેઠેલા બીએલઓના કહેવા મુજબ  તેમને કામ ઝડપથી પૂરું કરવા માટે વહીવટી અધિકારીઓ તરફથી સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. તમામ બીએલઓ ઓફિસર બપોરે 1:00 વાગ્યા સુધી કે.કે. શાસ્ત્રી કોલેજમાં હોય છે. એક વાગે ફિલ્ડમાં જવા માટે નીકળી જાય છે, બાદમાં બપોરે ત્રણ વાગે કોઈ પણ સંજોગોમાં તેમને કે. કે. શાસ્ત્રી કોલેજમાં હાજર થવા માટે કહેવામાં આવે છે. જો 3 વાગ્યે હાજર ન થાય તો નોટિસ આપવાની ધમકી આપવામાં આવે છે.

Advertisement
Tags :
Aajna SamacharahmedabadBLO protest against mapping processBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar Samacharstaged sit-inTaja Samacharviral news
Advertisement
Next Article